________________
આણાએ ધમે
૧૩૯
તે જ મેક્ષ છે. તેથી આજ્ઞા એ જ સંયમ, આજ્ઞા એ જ તપ અને આજ્ઞા એ જ ત્યાગ છે, અને આજ્ઞા એ જ મોક્ષ છે.
_ 'आ समन्तात् ज्ञायते अनेन इति आत्मा । અર્થા–વસ્તુનું યથાર્થ જ્ઞાન, જેનાથી થાય તે આજ્ઞા. અર્થાતુ-સર્વર વચનને બરાબર અનુસરવું તે ધર્મ છે, તેનાથી નિરપેક્ષ વર્તન તે સ્વછંદ છે અને તે જ સંસાર છે.
મોક્ષની ઈચ્છા એટલે આજ્ઞાપાલનને અધ્યવસાય.
આજ્ઞાપાલનને અધ્યવસાય એ સ્વછંદતાથી મુક્તિ અપાવે છે અને એ મુક્તિ જ પરંપરાએ સકળ કર્મ મુક્તિનું કારણ બને છે.
નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મેક્ષ નથી, કારણ કે તેના સિવાય આજ્ઞા પાલનને અધ્યવસાય ખરેખર પ્રગટતે નથી.
આજ્ઞાના અસ્વીકારમાં અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં નમસ્કાર છે. તેથી નમસ્કાર એ જ ધર્મનું મૂળ છે. ગુણવત્ પારતંત્ર્ય
જીવને મળેલ ઈરછા–સ્વાતંત્ર્યના અનર્થથી બચવા માટેનું એકનું એક એક સાધન નમસ્કારની પરિણતિ-આજ્ઞા પાલનની રૂચી છે. ગુણવત્પાતંત્ર્ય એ જ સ્વાતંત્ર્યને સદુપાય છે.
સ્વાતંત્ર્ય કલ્યાણકારી નથી, પરંતુ સ્વાતંત્ર્યને સદુપયેગ કલ્યાણકારી છે. સ્વાતંત્ર્યના યથાર્થ સદુપયોગથી સાચું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે.
અયોગ્યના બંધનમાંથી છૂટવા માટે ગ્યનું બંધન, યોગ્યનું પાતંત્ર્ય અનિવાર્ય છે. “મત્ર ધર્માન ” તેથી મહાપુરૂએ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય “આજ્ઞા” ને કહેલ છે. બીજા શબ્દોમાં ગ્યને નમસ્કાર કહેલ છે. અને તેનું જ નામ ગુણવત્ પરતંત્ર્ય છે.
ગુણવ-પારતંત્ર્ય એ મુક્તિને ઉપાય છે, તેથી નમસ્કાર એ મોક્ષનું બીજ છે. શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારમાં તેઓશ્રીની આજ્ઞાને નમસ્કાર છે. આશા જ તારનારી છે, તેથી તેને “તીર્થ પણ કહે છે. આજ્ઞા જ તારનારી છે, તેનો ભાવાર્થ એ છે કે, આજ્ઞા સાપેક્ષ આરાધના જ તારનારી છે.
ગુરુની આજ્ઞા પણ શ્રી તીર્થકર દેવની આજ્ઞાના આરાધના માટે છે. ગુરુ તે છે, જે શ્રી તીર્થંકર દેવોની આજ્ઞાને ત્રિવિધે સમર્પિત થઈને નિરવ જીવન જીવે છે, પંચાચારનું પાલન કરે છે. અષ્ટ પ્રવચન માતાનું રૂડી રીતે જતન કરે છે.
માતા-પિતાદિ વડિલેની આજ્ઞા પણ પરમાત્માની આજ્ઞાના કારણે માનવાની છે.