________________
ધર્મ માત્રનું મૂળ નમ્રતા
૧૩૭ આપોઆપ ચાલી જાય છે. મુક્તિ પર્યત નમ્રતા પેદા કરનાર તત્ત્વજ્ઞાન ન મળે, તે આત્મા કમને ક્ષય કરનાર તાત્વિક ધમને પામી શકતું નથી.
સત્ય ધર્મને પામવા માટે કર્મની સત્તા. ઉદય અને સંબંધને જાણવું જોઈએ. એ શાન સર્વજ્ઞવચનથી જ દેઢ થાય છે. વિનય
વિનય એ “નમેને પર્યાય છે.
અષ્ટ કર્મ વિનયન” એ વિનયની શક્તિ છે. એટલે અષ્ટકમના કારણભૂત અષ્ટ મદને મૂળમાંથી નાશ કરવાની શક્તિ, વિનયગુણમાં ( નમ્ર વૃત્તિમાં ) છે.
“મારે આત્મા કર્મને કારણે સર્વથી નીચે છે.” એવું જ્ઞાન શ્રી જિનવચનથી થાય છે. તેથી તેનું જાતિ-કુલાદિ કર્મકુતભાનું અભિમાન ગળી જાય છે અને તે સાચે નમ્ર બને છે.
“ના મમ એ મહારાજાના મંત્રનો પ્રતિપક્ષી મંત્ર, તેને જ ફળે છે, જે જાતિગત એકતા સમગ્ર જીવસૃષ્ટિ સાથે અનુભવે છે. અને એ એકતા તેને નમ્ર અને નિર્ભય બનાવે છે.
પરમાત્માને ભજવાનો માર્ગ “શાળા છો? ને સામાન્ય અર્થ “ધર્મ એ શાઆજ્ઞાથી બંધાયેલો છે એ થાય છે, અને વિશેષ અર્થ ધર્મ અંતરાત્માથી આજ્ઞાથી બંધાયેલ છે કેમકે, શાસ્ત્ર માત્ર દિશાસૂચન કરે છે. દિશાની પસંદગી પતે જ નક્કી કરવાની હોય છે.
પોતાની શુદ્ધ બુદ્ધિવડે થયેલી પસંદગીથી ઘમ આત્મસાત્ બને છે, આત્મસાત ધર્મ જ સમ્યકત્વમાં પરિણમે છે અને સમ્યવસહિત સર્વ અનુષ્ઠાન મુક્તિસાધક બને છે.
જ્ઞાનપૂર્વક ક્રિયાનો અર્થ-આત્મ પમ્ય દષ્ટિપૂર્વક જીવનમાં અપ્રમાદ. અર્થાત્ ચાર પ્રકારના સામાયિક - ૧. સમ્યક્તસામાયિક, ૨. શ્રુતસામાયિક, ૩. દેશવિરતિસામાયિક અને ૪. સર્વવિરતિસામાયિક
મધુર પરિણામ સમ્યક્ત્વરુપ છે, તુલા પરિણામ જ્ઞાનરૂપ છે અને ખીરખંડ યુક્ત પરિણામ ચારિત્રરૂપ છે.
આમ આજ્ઞાના આંતર-બાહ્યસ્વરુપમાં યથાર્થ રમણતા કેળવીને વ્યક્તિ-ધર્મારાધક બને છે. ધર્મ સ્વભાવી સ્વભાવથી ભિન્ન સઘળાં ભાવથી પર બને છે. આ. ૧૮