________________
૧૩૬
આત્મ-ઉત્થાનને પાયે એટલે જે વસ્તુ ઉપાદેય, સારી કે (ક્તવ્ય) કરવા ગ્ય માની હય, તે વસ્તુ, ત્રણે રોગ અને ત્રણે કરણથી તેવી માની છે કે નહિ, તેના ઉપર જ તેની સત્યતાને કે પૂર્ણતાને આધાર છે, તે જ તેની કસોટી છે. પ્રતિજ્ઞાની પૂર્ણતાને આધાર
નિષેધાત્મક આજ્ઞા પણ ત્રણ ક૨ણ અને ત્રણ વેગથી થાય તે જ પૂર્ણ બને છે. દા. ત. કેઈ પણ જીવની હિંસા ન કરવી, ન કરાવવી અને કરતાને સારી ન માનવી.
કરતા હોય તે “ન કરો” એમ મનથી ચિતવવું અને કરતાં હોય તેનું મનથી અનુમેહન ન કરવું. એ રીતે વચનથી પણ ન કરવાની સાથે “ન કરે” અને કરતાને સારા નથી' એમ કહેવું તથા કાયાથી પણ ન કરવાની સાથે કરતા હોય તેને રેઠવા, અને કરતા હોય તેને સારું ન માનવાથી જીવહિંસા ન કરવાની નિષેધાત્મક પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે.
ધર્મ માત્રનું મૂળ નમ્રતા નમસ્કાર-નમ્રતા એ આપણે આદર્શ છે. નિર્ભયતા એ આપણે અધિકાર છે.
ધર્મ પામવાનું પહેલું પગથીયું નમ્ર થવું તે છે. જે નમ્ર બની શકો નથી, તે ધમને ઓળખી શકતો નથી.
ધર્મને ઓળખવા માટે કર્મને જાણવા જોઈએ, અને કર્મને જાણનારે નમ્ર બને છે.
નમ્ર બનીને સંયમી બનનારે નવા આવતાં કર્મને રોકે છે અને જુના કર્મને વિખેરવા માટે તપ કરવા ઉલ્લસિત રહે છે.
ધર્મ કરીને પણ જે ગર્વ કરે છે, તે ધર્મ આભાસ માત્ર છે. કારણ, ધર્મનું મૂળ નમ્રતા-વંદના છે. ધર્મ પ્રતિ મૂમૂના વા સત્યધર્મની પ્રાપ્તિ
નમ્રતા એ પ્રકાશક જ્ઞાન છે. તેમાંથી ફળીભૂત થતું સંયમ નવા કર્મને રોકે છે અને ત૫ જુનાં કર્મને કાઢે છે. પ્રકાશક જ્ઞાન વિના કર્મના કચરાને કાઢવાની કે રોકવાની વૃત્તિ થતી નથી.
કર્મના સ્વરૂપનું જ્ઞાન થતાંની સાથે જ જીવ નમ્ર બની જાય છે. એ નમ્રતા, જ્યાં સુધી જીવ કર્મથી સર્વથા મુક્ત ન થાય, ત્યાં સુધી ટકી રહે છે. મુક્તિ મળ્યા પછી તે