________________
૧૩૨
આત્મ-ઉત્થાનનો પાથ નથી. સ્વર્ગના લોભથી પીડાતા અને નરકના ભયથી કંપતા કે માટે ધર્મ પુરુષાર્થ નથી. એ બધા પ્રલોભને અને ભયે સ્વરૂપ ટીપાઓ વડે જ બનેલી પિતાની જાતને મિટાવી દેવા માટે એ ટીપાઓને મીટાવવાનાં છે, તેને મૃત્યુ આપવાનું છે. જેઓ એટલા નિર્ભય અને સાહસિક છે, તેઓ જ પૂર્ણ સ્વરૂપ સાગરના નિમંત્રણને સહર્ષ સ્વીકાર કરી શકશે.
સારી વસ્તુ પકડવા માટે પણ હાથમાં રહેલી ખરાબ વસ્તુને છેડી દેવી પડે છે, તેમ પૂર્ણને પામવા માટે અપૂર્ણ, નાશવંત અને ચંચળ એવી સર્વ બાહ્ય વસ્તુ પ્રત્યેની આસક્તિઓને સમૂળ ત્યાગ કરવો પડે છે.
હું બિંદુ નહિ, પણ સિંધુ છું એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે, કારણ કે સાચે વિરામ પૂર્ણમાં છે.
ધર્મ સર્વોત્કૃષ્ટ મંગળ ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. સર્વ કાર્યોની સિદ્ધિ ધર્મથી થાય છે.
ધર્મની સ્તુતિ અને પ્રશંસા શ્રી તીર્થકર અને ગણધર ભગવતે પણ કરે છે. આ જગતમાં ધર્મ ઉત્તમ અને શરણભૂત છે, એમ તેઓ ઉપદેશમાં ફરમાવે છે. કારણ કે, તે ધર્મને મહિમા તેમણે સાક્ષાત જે છે, અનુભવ્યું છે, સ્વયં સ્વીકાર્યો છે અને અન્ય સર્વને તેને સ્વીકાર કરાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
ધર્મ અચિત્ય શક્તિ-સંપન્ન છે, અને તે પોતાનું કાર્ય પ્રતિસમય અટક્યા વિના યે જ જાય છે. પરંતુ જ્યાં સુધી તેના માહાભ્યનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવામાં ન આવે, ત્યાં સુધી તેને લાભ ઉઠાવી શકાતો નથી.
ધર્મ સિવાયની વસ્તુ અને તેને પ્રભાવ, મનકલ્પિત છે, પણ ધર્મને પ્રભાવ તાવિક છે. પરંતુ તે તારિક પ્રભાવને અનુભવવા માટે તેના સ્વીકારની આવશ્યકતા છે. એ સ્વીકાર શ્રી જિનવચનથી, પોતાની બુદ્ધિથી, ઉહાપોહ અને સ્વસંવેદનથી પણ થઈ શકે છે. ગમે તે પ્રકારે પણ ધર્મના પ્રભાવને સ્વીકાર શ્રદ્ધાપૂર્વક થાય, તે તરત જ જીવનું કલ્યાણ થાય! એ ચોક્કસ વાત છે. ધર્મના બે પ્રકાર
ધર્મ બે પ્રકારનું છે. એક શ્રુતરૂપ અને બીજો ચારિત્રરૂપ
શ્રુતરૂપધર્મ વસ્તુ-સ્વભાવને જણાવે છે. ચારિત્રરૂપઘમ વસ્તુ સ્વભાવના થયેલા જ્ઞાન મુજબ આચરણ કરવાનું કહે છે. એ આચરણ જ મોક્ષને આપનારું થાય છે.