________________
૧૩)
ધર્મ સવોત્કૃષ્ટ મંગળ
જ્ઞાનરૂપ ધર્મ વસ્તુના સ્વભાવને જણાવે છે. ચારિત્રરૂપ ધર્મ એ સ્વભાવ મુજબ આચરણ કરાવી, તેના ફળને જીવને ભોક્તા બનાવે છે. વત્યુ સહા ધર્મો
વસ્તુના સ્વભાવરૂપ ઘર્મ ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક છે. વસ્તુ માત્ર પ્રતિસમય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યથી યુક્ત છે.
પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયને ઉત્પાદ અને વરૂપે કાયમ હેવાપણું-એ વસ્તુનો ધર્મ છે. જેમ જડમાં તેમ ચેતનમાં પણ તે ધર્મ પ્રતિસમય પિતાનું કાર્ય કરી રહેલ છે–એવું જ્ઞાન થવું, તેને શ્રદ્ધામાં સ્વીકાર થવો અને એ સ્વીકાર મુજબ આચરણમાં ઉતારવું–એ મુક્તિપ્રદાયક છે અને એથી વિપરીત જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ ભવપ્રદાયક છે. ચેતનમાં પાંચ ભાવ
જડને ધર્મ જડસ્વરૂપ છે. ચેતનને ધર્મ ચેતનસ્વરૂપ છે. સુખ અને દુઃખ પુણ્ય અને પાપ, બંધ અને મોક્ષ, જડને નહિ પણ ચેતનને છે
જડમાં માત્ર પારિમિક અને ઔદયિક ભાવ છે. ચેતનમાં પાંચ ભાવ છે. પરિણામિક અને ઔદયિકભાવે ઉપર્શત ઔપશમિક, શ્રાપથમિક અને ક્ષાયિકભાવ પણ રહેલા છે. કેમકે જીવમાં કર્મની સાથે સંબંધમાં આવવાની ચોગ્યતા છે. પારસ્પરિક એ યોગ્યતાને કારણે જીવમાં દયિક ઉપરાંત ક્ષાયિકાદિ ભાવ ઉત્પન્ન થાય છે.
ઓયિક ભામાંથી છૂટી ક્ષાયોપથમિક ભાવ અને ક્ષાયિક ભાવમાં ગતિ કરાવનાર વસ્તુસ્વભાવરૂપ ધર્મનું જ્ઞાન શ્રદ્ધા અને આચરણ છે. જીવ જ્યારે પ્રતિસમય ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યાત્મક પિતાનું સ્વરૂપ જાણે, ત્યારે તેનું આચરણ થાય છે. તે આચરણ મોક્ષને હેતુ બને છે. ધમનું જ્ઞાન અને શ્રદ્ધાન
વસ્તુના બે ધર્મો ઉત્પાદ અને વ્યય અનુક્રમે રાગ અને દ્વેષના ઉત્પાદક છે. પ્રૌવ્ય, ધર્મ, રાગ અને દ્વેષમાં મધ્યસ્થ પરિણામ પ્રગટાવે છે. પરંતુ એક બ્રોવ્ય ધર્મ જ માનવામાં આવે અને ઉત્પાદ તથા વ્યય ધર્મોને અંગીકાર કરવામાં ન આવે, તે તે મોહોત્પાદક બને છે.
ધ્રૌવ્ય ધર્મથી ઉત્પન્ન થતા મોહ યા મૂચ્છનું નિવારણ કરવાનું સામર્થ્ય ઉત્પાદ-વ્યય ધર્મોમાં છે. અને ઉત્પાદ-વ્યય ધર્મોમાં થતા રાગ-દ્રષના ભાવનું નિવારણ કરવાનું સામર્થ્ય વસ્તુના ધ્રૌવ્ય ધર્મોમાં છે.
એ રીતે રાગ, દ્વેષ, મેહ જે ચિત્તનાં સંકલેશકારક પરિણામ છે. તે ત્રણેનું નિવારણુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત વસ્તુ સ્વભાવના ચિંતનમાં રહેલું છે.