________________
આત્મ-ઉથાનને પાયે આ કનિષ્ઠ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મ પામતી ફિલષ્ટ કેટિની પીડાને પ્રતિકાર હજારના પણ દાનથી, લા વર્ષોના શીલથી કે કટિ જજોના પણ તપથી થઈ શકતું નથી.
દાન, શીલ, તપ વડે પરિગ્રહ, મૈથુન કે આહારદિની સંજ્ઞાઓના જોરથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક બાધાઓથી અને પીડાઓથી અવશ્ય બચી જવાય છે. પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓને સરવાળો કરતાં–‘મને એકલાને જ સુખ થાઓ” અને “મારા એકલાનું જ દુખ ટળો’ એ પ્રકારની અયોગ્ય, અઘટિત, અશક્ય ઈચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાને કોઈ અવધિ જ નથી.
શાસ્ત્રકાર મહર્ષિઓએ તે અશક્ય ઇરછાને પૂર્ણ કરવાના અશકય મનોરથના અનંત કચ્છથી ઊગરી જવા માટે જે માર્ગ ચીંધ્યો છે, જે ઉપાય બતાવ્યો છે, તે માર્ગ કે ઉપાય કઈ પુણ્યવંતને જ સદગુરુની પુણ્યકૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી.
આ ઉપાય પ્રાપ્ત થવામાં કે ન થવામાં જીવની આસન્નસિદ્ધિતા કે અનાસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે.
ઉપાય તદ્દન સરળ છે. અને તેને બંધ થ પણ સુલભ છે. તેમ છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે એ તરફ લય કેઈ વિરલ જીવનું જ જાય છે. અથવા કઈ વિરલ આમા જ તે ઉપાય ઉપર પૂર્ણ વિચાર કરી, તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. સુખદુઃખના નિવારણને અનન્ય ઉપાય
સ્વ-સુખ પ્રાપ્તિ અને સ્વ-દુઃખનિવારણ, એ બંને સંબંધી તીવ્ર સંકુલેશ ટાળવાને એકનો એક અનન્ય ઉપાય “હું સુખી થાઉ” એ ઈચ્છાના સ્થાને, “બધા સુખી થાઓ” એ ભાવનાનું સેવન છે.
આ ભાવનાને મૈત્રી ભાવના” પણ કહેવાય છે. __ "शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥" આવી અનેક ભાવનાઓ ચિત્તના સંકલેશને ટાળવા માટે ઉપદેશી છે. તે સમાં ઉપરોક્ત મૈત્રીભાવના મેખરે છે. તેનું માહાસ્ય અગાધ છે.
જીવ જ્યારે વિચાર કરે છે કે, “કઈ પણ પ્રાણી, ચાહે તે ઉપકારી છે કે અપકારી, પાપ ન કરે, દુઃખ ન પામે અને કલેશથી મુક્ત થાઓ,” ત્યારે તેના ચિત્તના ફલેશ શાન થતા અનુભવાય છે.