________________
- ૧૦૭
માધ્યભાવના
માયશ્ચભાવના
રાગ અને દ્વેષની વચ્ચે (સ્થિર ) રહે તે મધ્યસ્થ.
કોઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ ન થાય, તે માટે પુનઃ પુનઃ ચિંતન તે માધ્યશ્યભાવના છે.
આ માધ્યશ્યના ૧. પાપીવિષયક માધ્યસ્થ, ૨. વૈરાગ્યવિષયક માધ્યમથ્ય, ૩. સુખવિષયક માધ્યશ્ય, ૪. દુઃખવિષયક માધ્યચ્ય, ૫. ગુણવિષયક માયથ્ય, ૬ મેક્ષવિષયક માધ્યશ્ય, ૭. સર્વવિષયક માધ્યચ્ય આદિ અનેક પ્રકારે છે.
૧. પાપીવિષયક માધ્યથ્યઃ- પ્રથમ માધ્યરચ્ય અર્થાત્ ઉપેક્ષાભાવના પાપીજી પ્રત્યે છે.
પાપીજીવોને પાપથી અટકાવવા માટે પ્રયત્ન કર્યા છતાં જ્યારે તેઓ પાપથી ન અટકે, ત્યારે તેઓ પ્રત્યે મધ્યસગ્ય રહેવું, પરંતુ ચિત્તને ક્રોધાદિ કષાયથી કલુષિત થવા ન દેવું. આ જાતની મધ્યસ્થતા રાખવાથી તે પાપી જીવ, પાપમાં અતિ આગ્રહી બનતો કદાચ અટકી જાય અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક કાયમ રહે છે. તેવા પ્રસંગે તેને તિરસ્કારાદિ કરવાથી તે દ્વેષને ધારણ કરનારે બની જાય અને તેથી વૈરની પરંપરા વધી જાય છે. માધ્યચ્યથી તેને આપણું પ્રત્યે સદ્દભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે.
જેમ અપભ્યના સેવનથી રોગીને અકાળે નિવારી ન શકાય તે મધ્યસ્થપણું રાખવું હિતકર છે, તેમ અહિતના સેવનથી નહિ અટકનાર જીવ ઉપર પણ તેવા પ્રસંગે એટલે કે, તેને સુધરવાને કાળ પાક્યો નહિ હોવાથી આપણું માધ્યશ્ય ટકાવી રાખવું તે ઉભયના હિતમાં છે. માધ્યશ્યથી અમર્ષ અર્થાત્ વૈર લેવાની ઈરછારૂપ ચિત્તમળ ટળે છે.
૨. વૈરાગ્યવિષયક માધ્ય -વૈરાગ્ય એ વૈષયિક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા દ્વેષ છે. આ હેષ પ્રશસ્ત હેવાથી પુણ્યાનુબંધી પુણ્ય હેતુ છે. અને તે પરિણામે, સાંસારિક સુખ ઉપર માધ્યશ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું પેદા કરે છે.
સુખ ઉપર શ્રેષની જેમ, દુખ ઉપર રાગ એ પણ પ્રશસ્ત મને ભાવ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ બની પરિણામે માધ્યશ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું ઉત્પન્ન કરે છે.
વૈષયિક સુખની પાછળ રહેલ જન્મમરણાદિ દુખની પરંપરાનો વિચાર તથા તેનાથી પુનઃ નવીન નવીન કર્મબંધન આદિના વિચારોથી સુખ ઉપર ઠેષ થાય છે. અને “દુખ તે કર્મ નિર્જરામાં ઉપકારક તથા પરિણામે દુર્ગતિનાં દુખેના નિવારણમાં કારણભૂત છે,’ એ પ્રકારના વિચારોથી દુખ ઉપર રાગ જાગે છે.