________________
આત્મ-ઉત્થાનનો પાયે શક્તિ કરતાં અધિક આહાર લેવાથી રોગ થાય છે અને અધિક બોલવાથી વૈરવિરોધ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે, તે માધ્યને ન જાળવવાના પરિણામે છે. આથી જ કહ્યું છે કે, “કમ ખાઓ, ગમ ખાઓ.” તે શરીર અને મન એ બંનેના મારથી બચાય છે.
શ્રી જિન પ્રવચન માધ્યરધ્યમય હોવાથી તેનાં રહસ્યો અને ગુપ્ત અર્થે, મધ્યસ્થ પુરૂષની આગળ પ્રગટ થાય છે. મધ્યસ્થનો અર્થ
મધ્યસ્થ શબ્દમાં “મય” ને અર્થ કેન્દ્ર થાય છે અને “સ્થ” એટલે તેમાંકેન્દ્રમાં રહેવું તે.
બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. પ્રવૃત્તિઓ તે ચક છે. પ્રત્યેક ચક(Circle)ને કેન્દ્ર (Centre) હેય જ છે. તે રીતે રાત-દિવસ થતી મન-વચન અને કાયાની જે બધી પ્રવૃત્તિઓ છે, તેનું પણ કેન્દ્ર એક જ છે અને તે આત્મા છે. આત્મા તરફ લક્ષ કેન્દ્રિત કરીને જે કઈ પ્રવૃત્તિ થાય, તે બધી મધ્યસ્થ કહેવાય.
મધ્યસ્થ માણસ તે કહેવાય છે, કે જે બધાનું સાંભળે પણ કેઈમાં ખેંચાય નહિ. તેનું ખેંચાણ માત્ર સત્ય તરફ હોય છે.
અહીં સત્ય એક આત્મા છે, કેમ કે તે જ કાયમી રહેનાર છે અને તે જ ચિદઘન અને આનંદઘન છે. આથી જ્ઞાનતિ અને આનંદનો પ્રકાશ બધે તેમાંથી જ છે. તેના આધારે છે.
આપણી પ્રવૃત્તિ માત્રનું મૂળ કેન્દ્ર આત્મા છે, તેનું કદી પણ વિસ્મરણ ન થવા દે તે કેન્દ્રસ્થ એટલે મધ્યસ્થ છે. માટે તેને ન્યાયાધીશની ઉપમા પણ આપી શકાય. અથવા અનેક સંતાનને પિતા જેમ બધાં સંતાને પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખે છે, તેને જેવી ઉપમાવાળો આત્મા છે.
ગુણમાત્રની ઉત્પત્તિ, મધ્યસ્થ ભાવમાંથી થાય છે.
જીવમાત્ર પ્રત્યેની મૈત્રી, ગુણી માત્ર પ્રત્યેને પ્રમાદ, ખીમાત્ર પ્રત્યેની કરુણા તે બધા મધ્યસ્થ ભાવના જ વિશિષ્ટ પ્રકાર છે.
સુખદુખ પ્રત્યેનું માધ્યરશ્ય તે વૈરાગ્ય કહેવાય છે. વિશ્વ-વૈચિત્ર્ય પ્રત્યેનું માધ્યથ્ય તે વિવેક કહેવાય છે. માદેશ્ય એ સર્વત્ર વિવેકબુદ્ધિજન્ય હોય છે. વિવેકબુદ્ધિ, ન્યાયબુદ્ધિ, શુદ્ધબુદ્ધિ, નિષ્પક્ષબુદ્ધિ, મધ્યસ્થબુદ્ધિ વગેરે એક જ અર્થને કહેનારા ભિન્ન ભિન્ન શબ્દ છે.