________________
૧૨૩
ધર્મ શું છે?
દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે. સેર વિનાના કૂવા જેવું છે. સુંદર પણ પુષ્પ સુવાસ વિનાનું હોય તે તેને કેઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ ફ઼ સેર-સરવાણી વિનાને હોય તે અંતે સુકાઈ જાય છે. તેમ યાચનાને ભંગ ન કરવારૂપ દાક્ષિણ્યરૂપી સદ્દગુણ જેનામાં પ્રગટેલો નથી તે આત્મા ઉદાર હોય તે પણ તેની ઉદારતા સદાકાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતું નથી.
ત્રીજુ અંકુર પા૫જુગુપ્સા. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી તેના ઔદાર્ય કે દાક્ષિણ્યને દુરુપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે.
પાપ વિષતુલ્ય છે અને પુણ્ય અમૃતતુલ્ય છે. એ રીતે પાપ-પુણ્યનું ભેદ જેના અંતરમાં થયે નથી એ આત્માનું ઔદાર્ય અને દક્ષિણ્ય સ્વ-પરના ફાયદાને માટે થવાને બદલે નુકસાનને માટે થવાને વધારે સંભવ છે. ચેાથે અંકુર નિર્મળ બેધ
એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે. એથી એ પાપ-પુણ્યને ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર તેમ જ પુણ્યને સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહી શકે છે. એના પ્રભાવે એનું કાર્ય કે દાક્ષિણ્ય પાપના માર્ગે ઘસડાઈ જતું બચે છે. પાંચમો અંકુર જન પ્રિયતા
ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બાધ છે તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા થતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદાકાળ રમતી હોય છે. વળી તેના કારણે તેના ઔદાર્ય, દાક્ષિણ્યાદિ સદ્દગુણેને સદુપયોગ પણ વધતું રહે છે.
આ રીતના ધર્મમય જીવનના પરિણાએ આ લોકમાં યશકીર્તિ અને જનપ્રિયત્ન તથા પરલેકમાં સદ્દગતિના ભાગી બની શકાય છે.
ધમ શ છે ? જગતમાં જે ધર્મની ઉપસ્થિતિ છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના પાલનથી છે એટલે કે શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું, એ જ પરમધર્મ છે. આજ્ઞાની સરળ ટૂંકી વ્યાખ્યા વિશ્વ વાત્સલ્ય છે.
આ આજ્ઞાના પાલનથી આરાધક આત્મા શ્રી તીર્થંકરપદ સુધીના પદને પ્રાપ્ત કરી શકે છે અને તેની વિરાધના કરનાર, નરક-નિગોદમાં ભયંકર દુઃખમાં સબડે છે. સંસાર ભ્રમણનું મૂળ જિનાજ્ઞાની વિરાધના છે. તથા સંસારથી પાર ઉતરવાનું મૂળ, જિનાજ્ઞાની આરાધના છે.