________________
૧૨૫
ધર્મ શું છે ?
સાધુ ભગવંત છ છવ નિકાયને અભયદાન આપીને રક્ષા કરે છે. જે વ્યક્તિ જેટલા અંશમાં બીજાને સહાય કરે છે, તે તેટલા અંશે સાધુતાયુક્ત છે.
આચાર્ય અને ઉપાધ્યાય પદનું દ્વાર સાધુ જ છે. આ કારણે સાધુ ભગવંતને કરેલું વંદન આપણું જીવનમાં નંદનવન (સુખના બાગ)નું સર્જન કરે છે.
ઈચ્છા એ પાપ છે. ઈચ્છા નિરોધ એ ધર્મ છે. પિતાના માટે કંઈપણ ઈચ્છવું તેમાં અને ૫૨ માટે કંઈપણ ઈચ્છવું તેમાં મોટું અંતર છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ સુખ ઈચ્છે છે ખરા, પણ એ સર્વનું અક્ષય સુખ ઈરછે છે, માટે આ ઈચ્છાને “ઈચ્છા” ન કહેતાં ઉત્કૃષ્ટ ભાવના કહી છે. સારું માત્ર પોતાના માટે જ ઈરછવું અને બાકી બધાને તેમાંથી બાકાત રાખવા એ અધર્મ છે. ગુણસ્થાનક પ્રવેશ
બીજાના દુઃખને દેખી એ દુખને દૂર કરવાની ભાવના જીવને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી ચોથા સમ્યત્વ ગુણસ્થાનકમાં પ્રવેશ કરાવે છે,
શી પંચ પરમેષ્ટિ ભગવંતે પ્રત્યેને પૂજ્યભાવ આપણને ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનકમાં લઈ જાય છે. તથા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન આપણને છાથી આગળ વધારે છે. અને અંતે ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચાડે છે. આમ દાન એ ધર્મનું આદિ ૫૪ પૂરવાર થાય છે.
મોહના કારણે જીવ અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાય છે. અને જેમ જન્માંધ માણસ દેખતા કે ઈ માણસના સહારા સિવાય ચાલીને ઈષ્ટ સ્થળે પહોંચી શક્તો નથી. તે સંસારમાં જ ભટક્યા કરે છે.
મોહાંધ જીવને આ સહારે શ્રી અરિહંત પરમાત્મા આપે છે. તેઓશ્રીનું વચન આપે છે, “નમો અરિહંતાણું' આપે છે. માટે ચાર શરણમાં પહેલું શરણુ શ્રી અરિહંતનું છે, તેઓશ્રી મહા મેહજેતા છે, એટલે તેઓશ્રીના શરણે જનારને મોહમુક્ત કરે છે. | મુખ્ય ચાર મંગળમાં પ્રથમ મંગળ પણ શ્રી અરિહંત પરમાત્મા છે, તેમ જ લેકમાં સર્વોત્તમ પદાર્થો છે, તેમાં પણ પ્રથમ શ્રી અરિહંત પરમાત્મા છે. તેઓશ્રીને ભજવા તે ધર્મ છે.
આ ભજનથી મનની ભૂખ ભાંગે છે. આશા-તૃષ્ણાને ઉછેદ થાય છે. ભય, ઉચાટ શમવા માંડે છે, રાગ-દ્વેષ નાબૂદ થાય છે. આખા પૂરા શુદ્ધ આત્માની અમીટ અસર સમગ્ર મનમાં ફેલાય છે, સત્ ને સૂરજ આરાધકની સમગ્રતામાં ઝળહળવા માંડે છે પછી ધર્મ સ્વભાવભૂત બને છે, અધર્મ આચરવાની અધમતા સાથે મનનો મેળ જામતું નથી. અને તે આત્મા સંસારમાંથી મુક્ત થાય છે.