________________
ધર્મની ઓળખ શુ ?
૧૨૧
ધની એળખ શું ?
દુનિયામાં બે પ્રકારના પદાર્થ છે, કેટલાક દેશ્ય છે, કેટલાક અદૃશ્ય છે. દેશ્ય પદાને દેખવા માટે ચક્ષુ આદિ ઇન્દ્રિયે સિવાય બીજા પદાર્થોની જરૂર
પડતી નથી.
અદૃશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિયાથી જોઈ શકાતા નથી. તે જોવા માટે બીજા પદાર્થીની સહાય લેવી પડે છે. જેમ કે પતની ટચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળતી ધૂમલેખાની સહાય લેવી પડે છે. અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પેાતાની આંખથી અદૃશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે.
ભૂતળના તળ નીચે છુપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છુપાયેલા સૂર્યના કિરણને જાણવાની એ જ રીત છે.
વૃક્ષનાં પાન જો લીલાંછમ છે કે ફૂલ અને ફળ નિયમિત ઊગે છે, તે તે વૃક્ષનું મૂળ, ભૂમિમાં અવશ્ય સાજુ તાજું અને અખ'ડિત છે, એમ નિશ્ચિત થાય છે. અથવા વાદળની ઘનધાર છાયા વખતે હજુ રાત્રિ નથી થઈ, પણ દિવસ છે એમ સમજી શકાય છે, તે તે વાદળની નીચે સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે; પણ અસ્ત પામી ગયા નથી એ વાત પણ નક્કી થાય છે.
અદૃશ્ય મૂળ જેમ ફળથી અને અદૃશ્ય સૂર્ય જેમ દિન-રાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્મામાં રહેલા અદૃશ્ય ધમ પણ તેના કાર્યાંથી જાણી શકાય છે. ભૂતકાલીન ધર્મ તેના ફળસ્વરૂપ વર્તમાનકાલીન સપત્તિ આદિથી જાણી શકાય છે અને વમાનકાલીન ધર્મ તેના કાસ્વરૂપ ઔદાર્યાદિ ગુણાથી જાણી શકાય છે.
અમુક વ્યક્તિની ભીતરમાં ધર્મ છે કે નહિ ? અને છે તે તે કેવી રીતે જાણી શકે? આ પ્રશ્નના જાણે સ્પષ્ટ ઉત્તર આપતા હૈાય તેમ આચાર્ય ભગવ'ત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થળે ફરમાવે છે.
औदार्य दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिंगानि ધર્મસિદ્વે: પ્રાયે નરપ્રિયë ચ | 20
ઔદાય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળ ખાધ તથા જનપ્રિયત્ન—એ ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગા–ચિહ્નો છે.
જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણા પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધર્મ રહેલા છે. કારણ કે ધર્મસિદ્ધિનાં એ નિશ્ચિત ચિહ્નો છે. ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરે છે
આ. ૧૬