________________
૧૨૦
આત્મ-ઉત્થાનને પાયે શાસ્ત્રકારની દષ્ટિએ ઉત્તમ પ્રકારના રૂપ-રસ-ગંધસ્પર્શ-શબ્દ તે બધાની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને વૃદ્ધિ આદિને મૂળ આધાર પુણ્ય કર્મરૂપી ધર્મ જ છે. ધમની નીપજ
વિજ્ઞાનની શોધે અને તેથી પ્રાપ્ત થતાં શબ્દરૂપતિ પુદગલોનાં ભૌતિક સુખેની સિદ્ધિને આદિ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂલદષ્ટિને અગોચર છે.
ઘમને સાક્ષાત્ જોવા અને જાણવાનાં જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે.
ધર્મ એ સુખના કારણનું કારણ છે અને કારણને સુમિદષ્ટિ જોઈ શકે છે. કારણના કારણને જોવા માટે તરવની ખરી જિજ્ઞાસા હેવી જોઈએ. તવજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે.
શા એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે.
શાાચક્ષુ કહે છે, કે વિજ્ઞાન અને તેની શોધેથી મળતા શબ્દાદિ વિષયેના સુખે એ પાપવૃદ્ધિને હેતુભૂત હેવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની નીપજ છે, તેથી ત્યાજ્ય છે.
જે ભૌતિક સુખની ઉત્પત્તિમાં પાપ નથી, ક્ષણમાં કલેશ નથી, વર્તમાનમાં દુખ નથી; અનાગત કાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભાગમાં જેને દુર્વ્યય નથી, ધર્મ–ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેને શુભ ઉપયોગ છે; એવાં સુખની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગ (મોક્ષ)ના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિશ્રેયસ છે.
નિ:શ્રેયસનાં સુખ નિરુપાધિક છે. પરદ્રવ્યના સંગ વિના જ થાય છે. એ સુખને આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થસુખે છે, યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિને આધાર નિરાલક્ષી ધર્મ છે.
એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાસવરૂપ ધર્મની નીપજ છે.
અધર્મથી નીપજતાં દુઃખને દૂર કરવાનો ઉપાય શુભાસવરૂપ કે અનાસવરૂપ ઉભય પ્રકારને નિરાલક્ષી ધર્મ છે, એમ શ્રી જિનેશ્વર ભગવતે કહે છે એમ સમજીને સહુ કઈ તે ધર્મને વિષે ઉદ્યમશીલ બને !