________________
૧૨.
આત્મ-ઉથાનનો પાયો
બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણે એ ધર્મ વૃક્ષના મૂળમાંથી ઊગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને શાખા પ્રશાખા આદિ પદાર્થો છે. શાખા-પ્રશાખા અને અંકુરપત્રાદિકને બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવાને માટે તે તે વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યક્તા છે અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે.
આત્માની અંદર રહેલે તે ધર્મ વર્તમાન કાળે ઉદારતાદિ ગુણરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે. અને આગામી કાળે સુરનરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિનાં અનંતા સુખરૂપી ફળરૂપે પ્રગટ થાય છે.
જે આત્મામાં ઉદારતાદિ ગુણે હજુ પ્રગટ્યા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતે હોય તે પણ અંદરથી ધર્મને પામેલ જ છે, એ નિશ્ચય કરી શકાતું નથી. પ્રથમ અંકુર દાય
ધર્મવૃક્ષને પ્રથમ અંકુર ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે.
સામાને જરૂર છે અને અપાય છે, એ દાન છે. અને પિતાને (દાતાને) જરૂર છે. અને અપાય છે એ દાર્ય છે.
જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વસ્વની, તે દાન વાર્ય ગુણથી ભરપૂર છે.
જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરિયાતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે.
ઉદાર આત્મા દાન લેનારની જરૂરિયાતને જેટલી અગત્ય આપે છે, તેથી અનેકગુણ અધિક અગત્ય, પિતાને આપવાની છે, તે બાબતને આપે છે. દાન નહિ આપવાથી સામાનું કાર્ય બગડી જવાને જેટલે ભય તેને નથી લાગતું, તેટલે ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાને લાગે છે.
અથવા આપીને કેટલું આપ્યું તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું તે ગણાવવાની વૃત્તિ તેના હૃદયમાં સદા રમતી હોય છે–એ ઔદાર્યનું લક્ષણ છે. અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મરૂપી વૃક્ષને પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામે છે કે નહિ, તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે. બીજો અંકુર દાક્ષિણ્ય
કેઈની પણ પ્રેરણા વિના થતું દાન એ ઔદાર્ય ગણાય છે. અને કેઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારું કાર્ય એ દાક્ષિણ્ય છે. કેઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકેચ થ એ દાક્ષિણ્ય છે.