________________
સર્વ–સમર્પણભાવની આરાધના
૧૧૫ પરમાત્મા સર્વોત્તમ અને સર્વ સ્વરૂપ છે, એમ માનીને તેમને સર્વ-સમર્પણ ભાવથી આધવામાં આવે, તે સફળતા મળે જ.
જીવનમાં સારું તે નહીવતું જ હોય છે, અને જે હેય છે, તે દેવ-ગુરુના અનુગ્રહનું જ પરિણામ હોય છે. આત્મામાં અશુભનો ભંડાર અનાદિકાળથી ચાલ્યા આવે છે. બાહ્ય સગો પણ મોટે ભાગે એના જ સહાયક અને ઉત્તેજક હોય છે.
પરમાત્મા અને સદગુરુનાં બળથી જ આ બધાં બળાની સામે થઈ શકાય છે. એમનું બળ જ્યારે મળે છે ત્યારે જીવન કેવું સ્વસ્થ અને શાંત બની જાય છે! અનુગ્રહના તે સામર્થ્યનું વર્ણન શકય નથી. વૈરાગ્યભાવના
આગમ-વાંચનથી વૈરાગ્યભાવના પરિપુષ્ટ બને છે. તેમજ સંયમની વિશુદ્ધિ સાથે મેક્ષને આદર્શ પણ સ્કુટ થતું જાય છે. એ રમણતામાં આનંદ રહે છે. સાથે સદગુણેવિકાસ અને વાસનાદિ ક્ષય માટે એગમાર્ગ, ધ્યાનમાર્ગ પણ પરમ સહાયક બને છે.
સદ્દગુણ-વિકાસ, સદાચાર–નિર્માણ અને આત્મજ્ઞાન એ ત્રણે મળીને એક્ષમાર્ગ બને છે.
આત્મજ્ઞાન માટે ધ્યાનાદિને અભ્યાસ અનિવાર્ય છે.
પિંડસ્થાદિ યેના ધ્યાનથી માંડીને “ર વિષિ વિત્તર ” પર્યત ધ્યાનનો વિકાસ, ક્રમિક અભ્યાસ વડે થવો જોઈએ. તેને જ શાસ્ત્રીય પરિભાષામાં સાલંબન અને નિરાલંબન શબ્દથી સંબધેલ છે.
સ્વાર્થભાવને સમૂળ ઉછેદ કરવામાં પરમાત્માનું ધ્યાન કૃપાણ સમાન છે. માટે પરમાત્માને સમર્પિત થવું એ આમન્નતિને ઉત્તમ ઉપાય છે.
આપણે કોને સમર્પિત થઈને હરખાઈએ છીએ, તેના ઉપર આપણા આત્માની ઉન્નતિ યા અવનતિ અવલંબેલી છે.
દુન્યવી આકાંક્ષાઓને સમર્પિત થઈશું, તે સંસારમાં સબડીશુ. પરમ કૃપાળુ પરમાત્માને સમર્પિત થઈશું, તે પરમ પદ પામીશું; એમ સમજીને પરમાત્માને શરણે જવું એ પરમ કર્તવ્ય છે.
નિઃશ્રેયસનાં સુખ નિરૂપાધિક છે. ૫૨ દ્રવ્યના સોગ વિના જ થાય છે. એ સુખોને આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થ સુખે છે. યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિને આધાર નિર્જરાલક્ષી ધર્મ છે.