________________
આત્મૌપમ્ય દષ્ટિ
૧૧૩ જીવાત્માઓમાં બાઘાષ્ટિથી ભેદ છે પણ તવદૃષ્ટિથી સમાનતા છે. આ તાત્વિક સમાનતાનું દર્શન આપમેદષ્ટિનું પરિણામ છે.
અન્યજીની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું, તેમાંથી જ અહિંસાની ઉત્પત્તિ છે.
અજ્ઞાન, અવિદ્યા, દશનામહ-એ હિંસાની મૂળ જડ છે. તેમાંથી રાગ-દ્વેષ, ઈષ્ટઅનિષ્ટ વૃત્તિઓ અને પરિણામે હિંસા સાકાર બને છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન–એ જ ભાવ કર્મ છે અને દ્રવ્યકર્મનાં કારણ છે. શ્રેષ્ઠભાવના
તમારૂં હદય જો મૈત્રીભાવવાળું હશે તે તમારામાં અને અરિહંતમાં ભેદ નહિ રહે. સુર, અસુર સર્વને પ્રેમ કરશે તે શ્રી અરિહંતની જેમ સુર, અસુર સવ તમને ભજશે.
સામાનું હદય જે તમારા કરતાં વધારે પવિત્ર હશે, તે તેના પ્રત્યે સેવેલે અશુભભાવ, ગશાળાએ ફેંકેલી તેજલેશ્યાની જેમ પાછા ફરીને તમને જ હાનિ કરશે.
લેશ્યા એટલે ઓજસ્વભાવ. આધ્યાત્મિક શક્તિ સાધુ કે શ્રાવક પાસે રહેવી જોઈએ.
શ્રી અરિહંતને પ્રેમ જેમ સર્વત્ર છે. તેમ આપણે પ્રેમ પણ સવ પ્રત્યે રહે જોઈએ, સર્વ સિદ્ધ બને એવી ભાવનાપૂર્વક સર્વનું હિત ચાહવું જોઈએ. | સર્વહિત વિષયક ભાવનું શ્રેષ્ઠતમતત્વ “મારા-તારા”ના ભેદથી દુષિત થાય છે માટે તેનાથી દૂર રહીને સર્વ—મિત્ર બની રહેવું જોઈએ.
અરિહંત' શબ્દને તાત્પર્યાથ પણ એ જ છે.
જીવ તરફનો આંશિક પણ દુર્ભાવ, આત્માના શિવંકર સ્વરુપને મોટા ફટકા સમાન છે એટલે તેની સેવા છેડીને શ્રી અરિહંતને સદા ભાવથી, વિવિધ સેવવા એ શ્રેષ્ઠ આરાધના છે. જીવને અભેદપ્રિય છે.
નમો અરિહંતાળ !'
ધમનું મૂળ કે જે મંત્રી છે, તેના પરમધર પ્રભુને આ પદથી નમસ્કાર છે. માટે મૈત્રીનું મૂળ નમસ્કાર-ભક્તિ છે.
એટલે નમસ્કાર-ભક્તિથી મૈત્રી પ્રગટે છે, મૈત્રીથી અહિંસા પ્રગટે છે, અહિંસાથી સંયમ અને સંયમથી તપ પ્રગટે છે. તપ, એ નિર્જરાનું પ્રતીક છે. સંયમ, એ સંવરનું પ્રતીક છે.
આ. ૧૫