________________
૧૧૨
આત્મ-ઉત્થાનને પાયે
તા
છે.
આત્મીપમ્ય દૃષ્ટિ વતુ અનંત ધર્માત્મક છે, તેથી તેને પૂર્ણપણે જાણવા માટે, નય, ગમ, ભંગ, પ્રમાણ વગેરેની આવશ્યક્તા છે.
વસ્તુ અનંત ધર્માત્મક હેવા છતાં ક્યા કારણે, ક્યા વખતે, ક્યા ધર્મને મુખ્યતા આપવી અને ક્યા ધર્મને ગણતા આપવી, એનું જ્ઞાન જે ન હોય, તે મોટા અનર્થનું કારણ બને છે. તેથી આત્મીપમ્યદષ્ટિ વિકસાવવી જરૂરી છે.
બધા ન્યાયની ઉત્પત્તિનું મૂળ જો કોઈ હોય, તે તે આત્મીપમ્યદષ્ટિ છે. ધર્મ માત્રના મૂળમાં આત્મૌપમ્યદષ્ટિ રહેલી છે. આત્મૌપમ્પષ્ટિનું ફળ મેગ્યાદિ ચારભાવનાઓ છે, તેથી તે જેના મૂળમાં હોય તે ક્રિયાને જ શાસ્ત્રકાર ભગવંતે એ “ધર્મ કહ્યો છે.
નમસ્કારના મૂળમાં પણ આત્મૌપમ્યદષ્ટિ છે સામાયિકના મૂળમાં પણ આત્મૌપમ્ય દષ્ટિ છે.
કોઈપણ વ્યવહારધર્મના મૂળમાં એ દષ્ટિ રહેલી હોય. તે તે શુદ્ધવ્યવહાર ગણાય છે. અન્યથા તે અશુદ્ધ છે.
મૈત્રીના મૂળમાં, પ્રમાદના મૂળમાં, કરુણાના મૂળમાં અને માધ્યમથ્યના મૂળમાં પણ તે દષ્ટિ રહેલી છે. સદાચાર કે સદ્વિચારના મૂળમાં પણ તે જ દષ્ટિ રહેલ છે. અહિંસાનું મૂળ આત્મૌપમ્ય છે. અર્થાત્ અહિંસા આત્મૌપમ્ય મૂલક છે.
તપ ધ્યાન ચિત્તશુદ્ધિ અસંગતા વગેરેની ઉત્પત્તિ આત્મૌપમ્ય અને અહિંસાની સિદ્ધિ માટે છે.
સામ્યસિદ્ધિ મૂલક પૂર્ણ અહિંસાની સાધના માટે ગૃહત્યાગ રુપ અણુગારધર્મ અને નથપણાની અનિવાર્ય શરત છે. સામ્યભાવ એ આત્મશુદ્ધિનું મુખ્ય ચિહ્ન છે.
બાહાત્યાગની સાથે રાગ-દ્વેષરૂપ અત્યંતર વિકારોને ત્યાગ, દયેય રુપે ન હોય તે જિન ( વીતરાગત્વ) ની પ્રાપ્તિ ન થાય, સામ્યદષ્ટિ મૂલક અને સામ્યદષ્ટિ પિષક આચાર-વિચારને, એક શબ્દમાં “સામામિક-ધમ' શબ્દથી શાસ્ત્રકારો કહે છે. “મિ મંતે સીમાડ્યું.” સમતા યા સમ-ભાવને સ્વીકાર કરું છું અને તે માટે સાવવા વ્યાપારને ત્યાગ કરું છું, એ પ્રતિજ્ઞા પૂર્વક સામાયિક ધર્મને સ્વીકારાય છે.
હિંસાની નિવૃત્તિ સામ્ય દ્વારા–આત્મૌપમ્ય ભાવ દ્વારા સાધી શકાય છે. બીજાના સત્ય વિચાર અને સત્ય દષ્ટિબિંદુઓ પર, પોતાને સત્ય દષ્ટિબિંદુઓ એટલે જ આદર, તે પણ સામ્યદષ્ટિનું ફળ છે. આ સામ્ય દષ્ટિ અનેકાંતવાદની પણ ભૂમિકા છે.
અન્યનું દુઃખ પિતાનું દુઃખ છે, એવું સંવેદન ન થાય ત્યાં સુધી અહિંસાની સિદ્ધિ અસંભવિત છે.