________________
૧૦૮
આત્મ-ઉત્થાનને પાયે ૩. સુખવિષયક માધ્યશ્યા-સુખવિષયક માધ્યષ્યમાં દષ્ટાન્ત શ્રી તીર્થકર ભગવંતના ચરમ (છેલ્લા)નું તેમજ અનુત્તર વિમાનના દે, ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચ, ગુણસાગર વગેરે મહાપુરુષનું છે.
પુણ્યાનુબંધી પુણ્યનો ઉપભેગ કરનારા તે મહાપુરુષે સુખને ઉપભેગ ઈચ્છા૨હિતપણે, કેવળ પૂર્વકૃત કર્મના ઉદયે જ કરતા હતા. આ સુખવિષયક માધ્યÀગની છ દષ્ટિઓમાંથી પસાર થયા પછી આવે છે.
૪. દુઃખવિષયક માધ્યચ્ય – દુઃખવિષયક માધ્યરશ્યના દષ્ટાન્તમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજી, શ્રી ગજસુકુમાળ મુનિ અને બંધક મુનિના શિષ્ય વગેરે છે.
૫. ગુણવિષયક માધ્યશ્ય – ગુણવિષયક માંધ્યરચ્ય લબ્ધિધર મુનિઓને હોય છે. તેઓ વિચારે છે કે ક્ષયે પશમભાવ આત્માની અપૂર્ણતા છે. તેમાં આનંદ માનવાને હોય જ કેમ? લબ્ધિ, સિદ્ધિ વગેરે ક્ષોપશમભાવના ઘરની છે.
. મોક્ષવિષયક માધ્યચ્ય – ક્ષવિષયક માધ્યચ્ય અપ્રમાદિ ઉપરનાં ગુણસ્થાનકેએ પ્રગટે છે. તેને અસંગ અનુષ્ઠાન પણ કહે છે. તે સમયે સમતારૂપ નિજ સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં તે મહાત્માઓ મસ્ત બને છે.
૭. સર્વવિષયક માધ્યશ્ય – સર્વવિષયક માધ્યશ્ય કેવળી ભગવંતે ને હોય છે અને કેવળી ભગવંતે એ બતાવેલાં સોનું અનેકાન્ત દષ્ટિથી ચિતન કરનારા મહાપુરુષોને એ માધ્યય સ્વયમેવ પ્રગટે છે.
આ માધ્યરશ્યને ધારણ કરનારા મહામુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. તેઓની મનપરિણતિ સર્વનયાવગાહી હોય છે. આવી પરિણતિ વિના વસ્તુતવન યથાર્થી નિર્ણય સંભવ નથી.
ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વિધિ-નિષેધ આદિ સવ બાજુએને, તે મહાપુરુષો સાપેક્ષપણે ગ્રહણ કરે છે. તેઓ આગમિક પદાર્થોને આજ્ઞાથી અને યુક્તિથી સમજાય તેવા પદાર્થોને યુક્તિથી ગ્રહણ કરે છે.
પરાધની સંખ્યામાં જેમ ૧૦૦ સંખ્યા સમાઈ જાય છે, તેમ અન્ય દર્શનના સદ્દવિચારોને તેઓ સ્વદર્શનમાં સમાવી શકે છે, એટલે કે સમાવતાર કરી શકે છે. સર્વત્ર અનેકાન્તના ચિતનરૂપ અનેકાન્ત ભાવનાથી તેઓને પ્રત્યેક વિચાર પવિત્ર થયેલ હોવાથી, કયા વખતે ક્યા નયને આગળ કરવાથી સ્વ–પરનું હિત છે, તેને વિચાર કરીને જ, તેઓ તે તે નયને મુખ્ય સ્થાન આપે છે.
માધ્યય્યના કારણે તેઓનાં વચન સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય હોય છે. તેઓ કેવળ સત્યના જ આશ્રયે હેવાથી સ્વદર્શન પ્રત્યે રાગ કે પરદર્શન પ્રત્યે દ્વેષ તેઓને નથી રહેતું.
આ રીતે ચાર ભાવનાઓને આત્મસાત કરીને સી જીવ ધર્મને પ્રાપ્ત કરે.