________________
જિનધર્મમાં કરુણ
૧૦૩
જિનધર્મમાં કરણું શ્રી જિનધર્મ કરુણાપ્રધાન છે.
દુખીનાં દુઃખને નાશ કરવાની વૃત્તિ અને શક્તિ અનુસાર તેની પ્રવૃત્તિ એ કરુણું છે.
તે કાર્ય દેવ, ગુરુ અને ધર્મથી સર્વોત્કૃષ્ટપણે સધાય છે. માટે શ્રી જિનશાસનમાં એ ત્રણ ત પરમ પૂજનીય, પરમ આરાધનીય, પરમ આદરણીય છે.
કરુણ એ પરદુઃખ છેદન કરનારી કરણી છે. કરુણહીનની પૂજા, ભક્તિ કે આરાધના ધર્મરૂપ બનતી નથી. કરુણવાનની ભક્તિ એ જ સાચી ભક્તિ, કરુણાવાનની પૂજા એ જ સાચી પૂજા છે.
ચાર પ્રકારના ધર્મમાં પણ કરુણા છે. દાનમાં કરુણ છે, શીલમાં કરુણું છે, તપમાં કરુણું છે અને ભાવમાં કરુણા છે. એ ચારેમાં સ્વ અને સર્વને સુખી કરવાની કામના છે. સ્વ અને સર્વનાં દુખેને દૂર કરવાની ઝંખના છે.
એ કામના અને ઝંખના જ ધર્મને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. કરુણું અને ઉદારતા
કરુણા અને ઉદારતા એ દાનધર્મને મૂળ સ્રોત છે. દાનધર્મથી આપનારને ચિત્તની પ્રસન્નતા અને લેનારને દ્રવ્ય-ભાવ શાતા મળે છે.
વૃક્ષ ફળ અને છાયા આપે છે. નદી જળ અને વાદળ આપે છે. વનસ્પતિ ભોજન અને ઔષધિ આપે છે. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. વાયુ શ્વાસ અને જીવન આપે છે. પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે.
વિશ્વની વ્યવસ્થા જ દાનધમ ઉપર અવલંબેલી છે. કેવળ વસ્તુઓનું દાન એ જ દાન છે એમ નહિ, પણ ભાવતું, જ્ઞાનનું, પ્રેમનું દાન પણ દાન છે.
કમળ વૃત્તિઓ અનેક પ્રકારની છે. તેમાં કરુણા અને પ્રેમનું વિશિષ્ટ સ્થાન છે. દયા પણ અભયનું દાન જ છે. ક્ષમા પણ એક પ્રકારની ઉદારતાનું દાન છે.
संग्रहैकपरः प्राप्तः समुद्रोऽपि रसातलम् ।
दाता तु जलदः पश्य भुवनोपरि गर्जति ॥ १ ॥ અર્થ :-સમુદ્ર જળને સંગ્રહ કરે છે, માટે રસાતલને પામે છે. વાદળ સર્વને જળ આપે છે. માટે આકાશ પર ચડીને ગર્વ કરે છે.