________________
કરુણાભાવના
૧૦૧
આત્મદૃષ્ટિ-આત્મતુલ્ય
આત્મષ્ટિએ બધા જીવા આત્મતુલ્ય છે, એમ જાણીને, દુઃખી જીવા પ્રત્યે જયારે કરુણાભાવના સ્થિર કરવામાં આવે છે, ત્યારે પેાતાને દર્પ અથવા જાય છે અને ખીજાએ પ્રત્યેના તિરસ્કાર પણ દૂર થઈ જાય છે.
અહંકાર ચાલ્યા
પ્રત્યેક વસ્તુનુ ખળ સ્થાન વિશેષ પામીને જ હિતકર કે હાનિકર મને છે. સ્થાનભેદે તે જ વસ્તુ હાનિકર મટીને હિતકર બને છે અથવા હિતકર મટીને હાનિકર
થાય છે.
વિષયાના પ્રેમ હાનિકર છે, તે જ પ્રેમ પરમેાપકારી શ્રી પરમેષ્ટિ ભગવ'તા પ્રત્યે દાખવવામાં આવે તે તે અત્યંત લાભકારક બને છે. વિષય પ્રત્યે વિરક્તિ લાભદાયક છે; તે જ વિરક્તિ જયારે ધર્મ તરફ જાગે ત્યારે દુ:ખનુ કારણ બને છે.
પેાતાના જ અને તે પણ વર્તમાનકાલીન જ દુઃખવિષયક દ્વેષ સક્લેશજનક અને છે, પરંતુ તે જ દ્વેષ જો સવ દુઃખી પ્રાણીઓના દુઃખવિષયક અને, અથવા પેાતાના સ`કાલીન દુઃખવિષયક બને, તેા તે ચિત્તના સફ્લેશને દૂર કરનાર બને છે.
તાત્પર્ય એ છે કે વર્તમાન કાળ અને કેવળ સ્વવિષયક સ`કુચિત વૃત્તિ, જ્યારે ત્રિકાળ-વ્યાપકતા અને સર્વાં સત્ત્વવિષયક વિશાળતા ધારણ કરે છે, ત્યારે ચિત્તના સફ્લેશના ક્ષય થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે; માત્ર એટલું જ નહિ પણ આગળ વધીને એવી કરુણામય ચિત્તવૃત્તિથી વિશ્વનું સર્વોત્તમ પુત્ર શ્રી તીથંકરપણું" પણ પામી શકાય છે અને તે સર્વ જીવાના દુઃખનું નિર્મૂલન કરનાર માક્ષમાર્ગ અને ધમતી નું પ્રવતન કરાવનાર થાય છે.
સ સક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાના, સર્વ આગમ-વાકયો વગેરેની પાછળ સ્વપર-વિષયક કરુણા રહેલી છે. પાતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જો કરુણાભાવના ન હોય, તે તે અનુષ્ઠાનમાં કદી પણુ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
કેમ કે તેને પેાતાના અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રણિધાન થયું નથી, તે અનુષ્ઠાનની તાત્ત્વિક મહત્તા કે દુલભતા તેને સમાઈ નથી અથવા તે અનુષ્ઠાનની પાછળ તેને કોઈ દુષ્ટાશય, પરાપ કે સ્વાકર્ષાદિ મલિન આશય હજુ ટળ્યા નથી કે શુભભાવ પ્રગટયો નથી. આ કરુણાભાવનાથી સ્વાત્ક અને પરાપકર્ષાદિ દુષ્ટ ચિત્તવૃત્તિએના વિલય થઈ જાય છે અને શુદ્ધ પ્રણિધાનના પ્રભાવે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ નિર્વિઘ્ન બને છે.
હીનગુણી પ્રત્યે તિરસ્કાર અને દુ:ખીના દુઃખ પ્રત્યે ઉપેક્ષા કરનાર જીવના મેાક્ષ હજી ઘણા દૂર છે, એમ કહી શકાય.