________________
કરુણાભાવના
હક
કરુણુભાવના દુઃખીનાં દુઃખ દૂર થાઓ. બીજાનું દુઃખ તે મારૂં જ દુઃખ છે, ઈત્યાદિ ભાવના તે કરુણભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે.
“અનુ એટલે બીજાનું દુઃખ જોયા પછી કંપ” એટલે તે દુઃખ દૂર કરવાની હૃદયમાં થતી લાગણ, તેને અનુકંપા કહેવાય છે.
દુઃખી પ્રાણીઓને જોઈને પુરુષના હૃદયમાં એક પ્રકારનો કંપ ઉત્પન્ન થાય છે અને બીજાઓનાં તે દુખ દુર કરવાની તેઓને તાલાવેલી જાગે છે, તે તેઓની અનુકંપા અથવા કરુણા છે.
બીજાને દુઃખ ન થાય તે રીતનું વર્તન તે દયા છે. હનગુણી કે દુઃખીને તિરસ્કાર ન કરે તે અધૃણા છે અને દીનદુઃખી ને સુખી કરવાની તાલાવેલી તે દીનાનુગ્રહ છે.
કરુણા, અનુકંપા, દયા, અઘણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે. માર્ગાનુસારી અર્થાત્ ધર્મને અભિમુખ થયેલા જીવમાં પણ આ કરુણા ઉત્પન્ન થાય છે.
આ કરુણાના ૧. લૌકિક, ૨. લકત્તર, ૩. સ્વવિષયક, ૪. પ૨વિષયક, પ. વ્યાવહારિક, ૬. નિશ્ચયિક આદિ અનેક પ્રકાર છે.
૧. લૌકિકકરુણા એટલે દુખી પ્રાણને જોઈને તેનાં દુખ દૂર થાય તે માટે તેને અન્નવસ્ત્રાદિ આપવાં તે.
૨. લેકેત્તરકરુણા એટલે દુઃખનું મૂળ જે પાપ, તે પાપને નાશ કરવા માટેનાં સાધનો પૂરાં પાડવાં જેમ કે ધર્મદેશના, તીર્થ પ્રવર્તાનાદિ કરવું તે. તેના બે ભેદ છે.
એક સંવેગજન્ય છે અને બીજી સ્વભાવજન્ય છે.
સંગજન્યકરણ થા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. અને સ્વભાવજન્ય કરુણા અપ્રમાદિ ગુણસ્થાનકે હેય છે.
૩. સ્વવિષયકકરુણા એટલે સ્વ-સંબંધી દુઃખ નાશ કરવાના ધાર્મિક ઉપાયેની વિચારણા કરવી તે.
૪. પ૨વિષયકકરણ એટલે બીજાઓનાં દ્રવ્ય તેમજ ભાવ ઉભય પ્રકારનાં દુઃખ દૂર કરવા માટે સમ્યગૂ ઉપાયોનું સેવન કરવું તે.
૫. વ્યાવહારિકકરુણા એટલે જરૂરિયાતવાળાને અન્ન-જળ-વસ્ત્ર-સ્થાન–આસનઔષધ અને બીજી પણ બાહ્ય સામગ્રી પૂરી પાડવી તે.
૬. નૈૠયિકકરુણ એ આત્માના શુભ અધ્યવસાયરૂપ છે.