________________
૧૦૦
આત્મ-ઉત્થાનના પાચા
શુભ અધ્યવસાય
પાંચમી અને છઠ્ઠી કરુણા પરસ્પર પૂરક છે. કારેક શુભ અધ્યવસાયા પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પ્રવૃત્તિ થાય છે અને કયારેક અન્નદાનાદિની પ્રવૃત્તિ પહેલી થાય છે અને પછી શુભ અધ્યવસાયા જાગે છે અથવા પ્રગટ થયેલા અધ્યવસાયા વૃદ્ધિ પામે છે.
એટલે કે શુભ પ્રવૃત્તિથી, શુભ અધ્યવસાયા ન હેાય તા આવે છે અને હાય તા વધે છે, તેમ જ આ શુભ પ્રવૃત્તિથી અશુભ અધ્યવસાયા આવ્યા હાય તા દૂર થાય છે અને ન આવ્યા હાય તા અટકે છે.
મને કદી પણ દુઃખ ન આવા' ઈત્યાદિ લાગણી દ્વેષરૂપ છે, તેના વિષય પાતાનુ દુઃખ છે. દુઃખ પ્રત્યેના દ્વેષ પ્રતિકૂળ સજાગા તરફ પણ દ્વેષ કરાવે છે.
દુઃખને દૂર કરવા માટે સર્વ પ્રાણીઓ રાત-દિવસ પ્રયત્ન કરે છે. પણ દુઃખ તરફ રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કાઈ વિરલ આત્મા જ કરે છે,
કર્મીના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવું, એ જીવના હાથની વાત નથી, પરંતુ તે દુઃખ તરફના દ્વેષને દૂર કરવાની વાત જીવના હાથમાં છે.
વર્તમાન દુઃખ દૂર કરવામાં જીવ પરતંત્ર છે, પણ દુ:ખ ઉપરના દ્વેષને દૂર કરવામાં તે સ્વત`ત્ર છે. દુઃખ ઉપરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુ:ખ રહેતું જ નથી અર્થાત્ દુઃખ વખતે પણ ચિત્તને સફ્લેશ ઉત્પન્ન થતા નથી.
દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના સરળમાં સરળ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાએાનુ... દુઃખ દૂર કરવાની વૃત્તિ.
પેાતાના દુઃખ ઉપર આપણે જે દ્વેષ કરીએ છીએ તેને બદલે જ્યારે સવના દુઃખ પ્રત્યે દ્વેષ કરીએ છીએ ત્યારે પેાતાનું દુઃખ ભુલાઈ જાય છે. પેાતાના દુઃખને ભૂલી જવામાં જ સાધનામાત્રનું રહસ્ય છૂપાયેલું છે. આ કાયાઁ ચિત્તમાં કરુણાભાવનાને દૃઢ કરવાથી સહેલાઈથી પાર પાડે છે. કારણ કે વ્યક્તિગત દુઃખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સ દુ:ખી જીવાના દુ:ખને આપવું એ જ કરુણાભાવનાનું રહસ્ય છે
‘મારાં દુઃખા નાશ પામેા, એવી વૃત્તિના સ્થાને સનાં દુઃખે, નાશ પામે, એવી ભાવના જ્યારે પ્રબળ બને છે, ત્યારે અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપે।આપ ચાલી જાય છે.
બીજા દુઃખીની અપેક્ષાએ પોતે સુખી છે, એમ જાણવાથી પેાતાના રૂપના, ખળના, ધનના, બુદ્ધિના, કુળના અને જાતિ વગેરેના મન્ન થાય છે, તેને ક્રુપ પણ કહેવાય છે. આ ૪પ થી જીવા પ્રત્યે એક પ્રકારના તિરસ્કારભાવ ઉત્પન્ન થાય છે.