________________
૧૦૨
આત્મ-ઉત્થાનનો પાયો તિરસ્કારથી તિરસ્કાર
જે બીજને તિરસ્કાર કરે છે, તે પિતે જ તિરસ્કારને પામે છે. જે દુખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુઃખ વખતે બીજાઓની સહાય મળતી નથી.
કરુણાભાવનાના અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓને વિલય થાય છે. તેથી તે કરુણભાવનાને કેળવવી તે પરમ કર્તવ્ય બને છે.
હિતે દેશનું દાન એ સર્વશ્રેષ્ઠ કરુણ છે.
શ્રીજિનપ્રવચન હિતેપદેશરૂપ છે, માટે તે કરુણામય છે. શ્રી જિનેશ્વર ભગવતે પુષ્ઠારાવમેઘના સ્થાને છે, તે મેઘમાંથી હિતોપદેશરૂપ અમૃતની વૃષ્ટિ થાય છે. તે વર્ષા વડે ભવ્ય જીવ પરમ શાનિતને પામે છે. “ગ્લાનની સેવા એ શ્રી તીર્થંકર દેવાની સેવા છે અને ગ્લાનની ઉપેક્ષા એ શ્રી તીર્થકર દેવની ઉપેક્ષા છે, એ વાક્ય પણ કરુણાના માહાભ્યને જ કહે છે.
દાન-શીલતપ અને ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ, ચતુર્વિધ શ્રી સંઘમાં કરુણાનું જ માહાસ્ય સૂચવે છે.
દાન વડે સ્વ અને પરને ઉપકાર થાય છે. શીલ વડે અને તપ વડે પણ સ્વપરદુઃખનું નિવારણ થાય છે. ગ્રહીધર્મ અને યતિધર્મ વડે પણ અહિંસાનું પાલન થતું હોવાથી કરુણાભાવનાનું પ્રાધાન્ય સચવાય છે.
જે ધર્માનુષ્ઠાનના મૂળમાં દયા-કરુણાને ભાવ નથી, તે ધર્માનુષ્ઠાન વાસ્તવિક ધર્મનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિન પ્રવચનનાં રહસ્ય હૃદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે.
હિનગુણી આત્માઓ પ્રત્યેની કરુણા, અધિક ગુણવાળા આત્માઓની સાથે મેળ કરાવે છે, તેઓની કરુણાના પાત્ર બનાવે છે અને તેઓની કરુણાના પ્રભાવે તે અધિક અધિક નવા નવા ગુણોને વિકસાવે છે.
ધર્મ અને અધમ ? ધર્મી અને અધમ બંને સંસારમાં વસે છે. પરંતુ ધર્મી એ સ્ટીમરમાં બેઠેલા છે અને અધમ એ પાણીમાં ડૂબતા છે. ડૂબતાને જલચર જીવો ખાઈ જાય, સ્ટીમરમાં બેઠેલાને જલચર ઇન ભય નથી. અહિ જલચર જીનાં સ્થાને આ રૌદ્રધ્યાનના પ્રસંગે છે.