________________
કર
આત્મ-ઉત્થાના પાયા
મૈત્રીનું મંગળગાન
ગુણી પ્રત્યે મધ્યસ્થ રહીએ, તા ગુનેગાર થઈએ છીએ, દુઃખી પ્રત્યે મધ્યસ્થ રહીએ, તેા હૃદયશૂન્ય બનીએ છીએ. આવી બુદ્ધિ જયાં સુધી હોય ત્યાં સુધી આપણે અજીવ એવા શરીરમાં જીવની બુદ્ધિવાળા રહીએ.
જેવી લાગણી ઘરના દુઃખી પ્રત્યે છે. તેવી લાગણી જગતના દુઃખી જીવા પ્રત્યે થવી જોઈએ, જો ન થતી હાય, તેા કંઈક ખૂટે છે તે નક્કી છે.
પરહિતચંતાના ભાવ ન હાય, તા મિથ્યાત્વરૂપી આશ્રવ આવે છે; એવું આપણે સાચાભાવે માનતા નથી, તેથી જ અધૂરા છીએ. જે કાંઈ ખૂટે છે, એ આ તત્ત્વ છે.
દયાના અભાવને પાપ માનીએ છીએ, પણ મૈત્રીના અભાવને પાપ માનતા નથી તે જ અજ્ઞાન છે. મૈત્રી વગરની દયા મીઠા વગરના ભેાજન જેવી હાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ જીવમૈત્રીનું જીવની જેમ જતન કરવાનું ફરમાવ્યું છે. એક મિત્ર, ખીજા મિત્રના અપરાધને જે સ્નેહપૂર્વક સહે છે, તેવા સ્નેહપરિણામ જીવમૈત્રીપૂર્ણ જીવનમાં હોય છે.
‘પામેમિ સનનીને' ગાથા જીવનમાં જીવવા માટે છે, જીભથી માત્ર ખેાલી જવા માટે નહિ, જીવમાત્ર પ્રત્યે મિત્રતુલ્ય વ્યવહાર ન રાખી શકીએ, ત્યાં સુધી આપણી જિનભક્તિ અધૂરી ગણાય.
માત્ર કાયાની ચિંતા તા કીડીને પણ હાય છે. જો તેવી જ ચિંતા શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીને પણ હાય, તે કહેવું પડે કે તે શ્રી જિનેશ્વર પરમાત્માના સાચા અનુયાયી નથી.
પરમા વ્યસની અને કૃતજ્ઞશિરોમણી શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીમાં આ બે ગુણાની પ્રાપ્તિની સતત ઝંખના તેમજ તદનુરૂપ પુરૂષાથ હોવા જ જોઈએ. તા જ દેવદુર્લભ માનવભવની યત્કિંચિત્ પણ સાથ તા સિદ્ધ થાય, જીવનના થાડાક પણ અથ ઉપલબ્ધ થાય. જીવવા જેવા જીવનનું ઉચિત બહુમાન થાય.
';
જ્ઞાન અને ધ્યાન
ધ્યાન પરાક્ષનું જ થઈ શકે છે. પદ્મા અપરાક્ષ થયા એટલે જ્ઞાન થઈ ગયું. પછી તે માટે ધ્યાન કરવાનું રહેતુ નથી.
પદાર્થનું જ્ઞાન પ્રમાણ પ્રમેયને આધીન છે અને ધ્યાન તા ઈચ્છા, પ્રયત્ન, શ્રદ્ધા અને વિધિને આધીન છે.