________________
આત્મ-ઉત્થાનને પાયો
સમસ્ત સત્વવિષયક સ્નેહ એ મૈત્રી છે
ચૈતન્ય ઉપર મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય કે માધ્યશ્યભાવને છોડીને બીજોભાવ ધારણ કરે એ અપરાધ છે.
ધર્મનું લક્ષણ શુભ પરિણામ છે. એ શુભ પરિણામ ચાર પ્રકાર છે. તેથી ધર્મના પ્રત્યેક અનુષ્ઠાન મથ્યાદિ ચાર ભાવયુક્ત હોય તે તે ધર્મસ્વરુપ બને છે.
ભાવ વિનાને ધર્મ, લુણ વિનાના ભેજન જેવું છે. અપ્રશસ્તભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી.
મૌન અને મૈત્રી એ આત્માની શક્તિઓ છે.
એક અપેક્ષાએ એમ કહી શકાય કે મૌન એટલે કે ઈ પાસે માગવું નહિ, અને મૈત્રી એટલે સૌને આપવું. માગવા માટે મૌન અને આપવા માટે મિત્રી જીવનમાં અપનાવવી જોઈએ.
મૈત્રીભાવના मैत्री निखिल-सत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनीतेषु करुणा सर्वदेहिषु ॥ १॥ धर्मकल्प मस्यैता मूलं मैत्र्यादिभावनाः ।
यैर्न ज्ञाता न चाभ्यस्ताः स तेषामतिदुर्लभः ॥२॥ અર્થ સર્વ પ્રાણીઓને વિષે મૈત્રી, ગુણવાનને વિષે પ્રમેહ, અવિનીતેને વિષે માધ્યશ્ય તથા સર્વ દેહધારીઓને વિષે કરુણા, આ ચાર મૈગ્યાદિ ભાવનાઓ ધર્મકલ્પવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેને અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ધર્મ કલ્પવૃક્ષનું મૂળ
મત્રી આદિ આ ચારભાવનાઓ જીવમાં ધર્મ પામ્યા પહેલાં વિપરીત રીતે જોડાયેલી હોય છે. ધર્મ પામ્યા પછી એ સ્વસ્થાનમાં જોડાયેલી હોય છે.
એટલે કે પહેલાં કેવળ પિતાના જ સુખની ચિંતા, કેવળ પોતાના જ ગુણોને પ્રમેહ, કેવળ પોતાના જ દુખે પ્રત્યે કરુણા અને કેવળ પિતાનાં જ પાપ પ્રત્યે ઉપેક્ષા હોય છે.