________________
આત્મ-ઉત્થાનને પાયો
ભક્તિ અને મૈત્રી
પંચ-નમસ્કાર જ્યાં જ્યાં છે, ત્યાં-ત્યાં તે સર્વ પાપને એટલે પાપ ભાવને અર્થાત સ્વાર્થબુદ્ધિને નાશ કરે છે તથા તે નમસ્કાર જેઓના હૃદયમાં છે, તે સર્વને સવ મંગળરૂપ થાય છે.
ધર્મ એ જ મંગળ છે. અને તે અહિંસા-સંયમ-તપરૂપ છે. તે ધર્મરૂપી મંગળનું મૂળ સર્વ જીવરાશી ઉપર સનેહને નિષ્કામ પરિણામ છે.
એ પરિણામ જ અહિંસારૂપ, સંયમવ્યાપારરૂપ, તપશ્ચર્યારૂપ બને છે. અહિંસા એ જીવમૈત્રી પ્રતીક છે. સંયમ એ અહિંસાનું પ્રતીક છે. અને તપ એ સંયમનું પ્રતીક છે.
તપથી સંયમની શુદ્ધિ, સંયમથી અહિંસાની શુદ્ધિ અને અહિંસાથી જીવમૈત્રી વધે છે.
જીવની મંત્રી પરમેષ્ઠિની ભક્તિમાં વૃદ્ધિ કરે છે. અને પરમેષિની ભક્તિમાં જીવની મેત્રી વધે છે, એમ અન્ય કારણરૂપ બનેલી છવમત્રીથી અહિંસા, અહિંસાથી સંયમ અને સંયમથી તપ વધે છે.
તપમાં ધ્યાન પ્રધાન છે. ધ્યાનની સામગ્રી સંયમ છે, સંયમની સામગ્રી અહિંસા છે, અહિંસાની સામગ્રી જીવમૈત્રી છે. જીવમત્રીની સામગ્રી પરમેષ્ઠિની શક્તિ છે.
બીજી રીતે પરમેષિ-ભક્તિની સામગ્રી જીવમૈત્રી પણ છે. જીવમત્રીની સામગ્રી અહિંસા છે, અહિંસાની સામગ્રી સંયમ છે, સંયમની સામગ્રી તપ છે, તપની સામગ્રી ધ્યાન છે, ધ્યાનની સામગ્રી પરમેષ્ઠિ ભક્તિ છે.
આ રીતે સમતા અને થાન તથા ધ્યાન અને સમતા પરસ્પર કાર્યકારણરૂપ બનીને મુક્તિને માર્ગ બને છે. મોક્ષ કર્મક્ષયથી, કર્મક્ષય આત્મજ્ઞાનથી, આત્મજ્ઞાન આત્મધ્યાનથી થાય છે.
આત્મધ્યાન વડે સમતા નિમ્બકંપ બને છે. સમતાની સામગ્રી જીવમૈત્રી આદિ છે. તેથી તે ધર્મરૂપી મંગળનું મૂળ છે. તે મંગળના મૂળની પ્રાપ્તિ પંચનમસ્કારથી સિદ્ધ થાય છે.
આમ, ભક્તિ અને મંત્રી પરસ્પર સંકળાયેલાં છે. જે પરમેષ્ઠિ અને જીવ વરચેની મૂળભૂત આત્મીયતાના પ્રધાન કારણરૂપ છે.