________________
ભક્તિ અને મૈત્રી છવમત્રી, જિનભક્તિ, અણમુક્તિ
ભાવ વિનાના દાનાદિ નિષ્ફળ છે. અર્થાત્ જીવમૈત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિના ભાવ વિના દાનાદિ નિષ્ફળ છે.
જીવમૈત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિને ભાવ પ્રગટાવવામાં આલંબન શ્રી નવપદો છે. કેમકે નવે પદે જીવમત્રી, જિનભક્તિ અને ઋણમુક્તિના ભાવથી છલોછલ ભરેલા અને તે ભાવના ફળરૂપે અભયપદને વરેલા છે.
જેનામાં જે ભાવ હોય તેનાથી, તે આલંબનથી તે ભાવ સિદ્ધ થાય એ સનાતન નિયમ છે.
દાનની પાછળ ઋણ મુક્તિને, શીલની પાછળ જીવમૈત્રીને અને તપની પાછળ જિનભક્તિને ભાવ ભરેલું છે. અથવા એ ત્રણેની પાછળ, ત્રણે ભાવ એક સાથે રહેલા છે. તેથી તે ત્રણે મુક્તિના હેતુભૂત બને છે. વૈરાગ્ય અને મૈત્રી
વૈરાગ્યવૃત્તિથી વિષયે પ્રત્યે વિરક્તિ જાગે, તે પણ ક્યાયભાવો જીતવા માટે સીધુ સામર્થ્ય મંત્રી અને ભક્તિમાં છે.
ભકિતથી જીવતરવની સાથે સંબંધ બંધાય છે.
વૈરાગ્યથી જડ તત્વ સાથે સંબંધ તૂટે છે. બંને મળીને નિર્મળતા અને સ્થિરતાને હેતુ બને છે.
નિર્મળતામાં પ્રધાન કારણ વૈરાગ્ય વૃત્તિ છે. સ્થિરતામાં મુખ્ય હેતુ મૈત્ર્યાદિ ભાવને અભ્યાસ છે.
વૈરાગ્યથી મમતા જાય છે, તે મૈગ્યાદિના અભ્યાસથી સમતા પ્રગટે છે.
વિષય પ્રત્યેના વૈરાગ્ય માત્રથી જીવની પૂર્ણ શુદ્ધિ થતી નથી. તેના માટે વૈરાગ્યની સાથેસાથ છવ મૈત્રી જોઈએ જ. તેના પ્રભાવે કષા નિમ્ળ થાય છે.
વિષયે જેટલા ઘાતક છે તેના કરતાં વધુ ઘાતક કષાયે છે. તે બંનેને નાબૂદ કરવા માટે વૈરાગ્ય અને મિત્રી બંનેને જીવનમાં દઢ કરવા પડે છે ત્યારે જ આત્મદહીકરણ થાય છે. મૌન અને મૈત્રી
સાધક માટે બે વસ્તુઓની ખાસ જરૂર છે. એક મૌન અને બીજી મિત્રી. મૌનથી માધ્યશ્ય જળવાય છે. અને મૈત્રીથી પ્રમોદ અને કારુણ્ય કેળવાય છે.
આ. ૧૨