________________
મૈત્રીનું માહાસ્ય
મિત્રીનું માહાસ્ય मा मार्षीत् कोऽपि पापानि मा च भूत कोऽपि दुःखितः ।
मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते । १॥ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.
કઈ પણ પ્રાણી પાપ ન કરે. કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણીમાત્ર મોક્ષને પામે. આ પ્રકારની મતિને શાસ્ત્રકારો “મૈત્રી' કહે છે. ઈચ્છાનું પ્રાબલ્ય
આ જગતમાં ઈરછા કોને છેતી નથી? સંસારી જીવમાત્રના હૃદયમાં કઈ ને કઈ ઈચ્છા હોય જ છે.
પરંતુ તે બધી ઈચ્છાઓને સરવાળે કરવામાં આવે, તે તે માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં સમાવેશ પામી જાય છે. અને તે એ છે કે
મને દુઃખ ન થાઓ” અને “હુંજ સુખી થાઉં.”
મને પિતાને જરા જેટલું પણ દુખ ન મળે અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળે.” આ પ્રકારની તીવ્ર ઈચ્છા જીવમાત્રના હૃદયમાં નિરંતર રહ્યા જ કરે છે.
બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે જ ઈચ્છાઓ રહેલી હોય છે. અને તે કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ તેટલી જ સાચી છે.
એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓને એ સિદ્ધાન્ત નક્કી કરે પડ્યો છે કે
ઈચ્છા એ જ દુખ છે અને ઈચ્છાને અભાવ એ જ સુખ છે.” ઈચ્છા એ જ દુઃખ છે.
આહારની અયોગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપધર્મ ઉપદેશો છે.
અર્થ અને કામની અગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે શાકારે એ દાન અને શીલધર્મનાં પાલનને ઉપદેશ આપ્યો છે.
જેમ અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ તેથી પણ અધિક સુખહાનિ અને દુખવૃદ્ધિનું કાર્ય જીવને એક ચોથા પ્રકારની ઈચ્છાના પ્રભાવે થઈ રહ્યું છે.
તે ઈચ્છા એ છે કે “મને જ સુખ મળે, મારું જ દુખ ટળે.”
આ ઈચ્છા સૌથી વધારે કનિષ્ઠ કોટિની હઈને સૌથી વધારે પીડાકારક છે. તેમ છતાં તે વાતનું યથાર્થ જ્ઞાન ઘણા થોડાને જ હોય છે.