________________
આત્મ-ઉથાનને પાયો
અજ્ઞાની ભવ કેવી રીતે તરશે એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે, એ પણ તેટલું જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
શ્રી જિનાગમમાં શ્રી નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નવકાર એ ભાવનાને વિષય
શ્રી નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનને વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાને વિષય છે. મહામંત્રને જાણી લીધો, પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે જે ભાવ જોઈએ તે ભાવ ન સ્પર્યો છે તે મંત્ર શીઘ્ર ફળદાયી શેને નીવડે?
જ્ઞાનની સાથોસાથ ભાવની વિશુદ્ધિ હોય છે, તે મંત્ર શીઘ્ર ફળદાયી નીવડે છે.
મંત્રમાં કય અને દયની યથાર્થતા ઉપરાંત “ઝાતા” અને ધ્યાતાની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. - જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાને અંધકાર દૂર થતું નથી, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાને ઉષ પણ દૂર થતું નથી.
ધમ માત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હોવી જોઈએ, કેઈના પણ અહિતવિષયક ન હોવી જોઈએ, તેમાં જેટલી કચાશ તેટલી તેના ધમપણામાં કચાશ.
વર્તનમાં ન્યૂનતા, કચાશ આદિ હોય, તેની શુદ્ધિ પશ્ચાત્તાપ, આલેચનાદિથી થઈ શકે.
ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કઈ આલેચ નથી, અન્ય કઈ પ્રાયશ્ચિત્ત નથી.
લોકિકમાં જેમ કૃતધ્રીને શુદ્ધિ માટે કૃતજ્ઞતા સિવાય બીજું કઈ પ્રાયશ્ચિત નથી, તેમ લકત્તામાં પણ નમસ્કારભાવ વિના, સર્વજન હિતાય વિના, સવજી પ્રત્યે આત્મતુલ્યતાને ભાવ વિકસાવ્યા વિના કે અનુમેઘા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી, શુદ્ધીકરણને અન્ય ઉપાય નથી.
જ્ઞાન બીજાને જાણવા માટે છે. ભાવના પિતાને સુધારવા માટે છે.
જગત તમામને જાણ્યા પછી પણ પિતાને, પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તેવા જ્ઞાનથી શું?