________________
૭૫
કૃતજ્ઞતા અને પરોપકાર
- સાધુએ પિતાના જીવનથી પ્રજાને સન્માર્ગે ચઢાવી સદાચારી બનાવી શકે છે. સાધુ-પુરુષનો દેહ પર પકારને પિંડ અને અહિંસાને અવતાર મનાય છે.
સિદ્ધાવસ્થામાં સિદ્ધાત્મા, સ્વભાવસિદ્ધ સર્વોદયકારક છે. પરોપકારની પ્રક્રિયામાંથી અલગ રહેનાર તે માનવ પણ નથી, મુનિ પણ નથી અને મહેશ્વર પણ નથી.
સિદ્ધાવસ્થાનો પરોપકાર સૂર્ય અને ચંદ્રના ઉપકારની જેમ સહજ છે. ત્યાગની મહત્તા
त्याग एको गुणः श्लाध्यः किमन्यैर्गुणराशिभिः।
त्यागाजगति पूज्यन्ते नूनं वारिद-पादपाः ॥ ભાવાર્થ-ત્યાગ નામનો એક ગુણ પ્રશંસનીય છે. આ ગુણ ચાલ્યો જાય પછી બીજા ગુણ હોય તે ય શું ? ન હોય તે ય શું ? ત્યાગને કારણે તે આ જગતમાં વરસાદ અને વૃક્ષે પૂજાતા હોય છે.
દાનવૃત્તિનું મૂળ ત્યાગવૃત્તિ છે અને ત્યાગવૃત્તિનું મૂળ કૃતજ્ઞભાવ છે. કૃતજ્ઞભાવનું મૂળ પરંપકાર સ્વભાવ છે.
પરોપકારના પાયા પર અખિલ બ્રહ્માંડની રચના છે.
સિદ્ધાત્મા નિગોદના જીવને અકારણ ઉપકાર કરનારા થાય છે અને શ્રી અરિહંત પરમાત્મા વિશ્વના સકળ અને ઉદ્ધારનારા થાય છે. આચાર્યાદિ પણ પિતાના આચાર જ્ઞાન અને સાધના દ્વારા વિશ્વ જંતુઓને અલૌકિક ઉપકાર કરનારા થાય છે.
સમગ્ર વિશ્વ પરોપકારમાં પ્રવૃત્ત છે એમ જાણનારા નમ્ર બને છે, કૃતજ્ઞ બને છે, ત્યાગ અને દાનને પોતાને પરમ ધર્મ સમજે છે.—એ ધર્મનું આચરણ નથી થતું ત્યારે મૂંઝવણ અનુભવે છે અને થાય છે ત્યારે પ્રસન્નતાને અનુભવ કરે છે.
કૃતજ્ઞતા અને પરોપકાર
વ્યવહાર શુદ્ધિ માટે કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણનું પાલન આવશ્યક છે. કૃતજ્ઞતા ગુણથી પ્રમોદભાવ જળવાય છે. પોપકાર ગુણથી કરુણુભાવ સચવાય છે.
કૃતજ્ઞતા એટલે બીજાએ કરેલા ઉપકારને ગાંઠે બાંધે છે. બીજાના ઉપકારને ન ભૂલવો તે.
પરોપકાર એટલે પરને ઉપકારી સમજે, તેમ જ સ્વીકારવો તે.