________________
આત્મ-ઉત્થાનને પાયે કૃતજ્ઞતા ગુણના પાયા ઉપર ચણતી જીવનરૂપી ઈમારત જ સર્વગુણમંડિત બને છે.
તાત્પર્ય કે પ્રમોદભાવ એ જીવનનું પણ જીવન છે. રાગ-દ્વેષરૂપી મહાદેષને સમૂળ ક્ષય કરવાનું સામર્થ્ય ધરાવતા આ ભાવ વડે જ જીવન ખરેખર જીવવા જેવું બને છે.
જીવનમાં કૃતજ્ઞતા ગુણ પ્રગટે છે એટલે પોપકાર ગુણ પણ ખીલવા માંડે છે. તેવા ગુણવાળાને જગતના બધા જીવો ઉપકારી પ્રતીત થાય છે. તેથી જીવે પર કરાતા ઉપકારને અહંકાર તેને સ્પર્શ નથી.
શ્રી અરિહંત પરમાત્મા પોપકારી છે-એ ત્રિકાલાબાધ્ય સત્યને સર્વ પ્રથમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરવું, તેમાં સાચી કૃતજ્ઞતા છે. તેઓશ્રીના ગુણની અનુમોદનાને આ ઉત્તમ માર્ગ અપનાવવાથી પ્રત્યેક સત્કર્મ કરતી વખતે, તેઓશ્રીને જ આગળ રાખવાની સદ્દબુદ્ધિ જળવાય છે.
ખરા સમયે મદદ કરનારને ઉપકાર માનીએ છીએ. તેમજ જીવીએ ત્યાં સુધી તેને વાત કરીએ છીએ. તે નિષ્કારણ કરૂણાસિંધુ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારને કદીયે ને ભૂલીએ તેમ જ સહાય હદયમાં રાખીને જીવન જીવીએ તેમાં આપણી ખાનદાની છે.
અચિંત્ય શકિતપુંજ ધર્મ જ જગતને ધારણ કરે છે–એ વાત સ્પષ્ટ છે. અને ધર્મ –એ “ૌરારિ માવ સંગુર” હોય તે જ ધર્મ કહેવાય.
મિથ્યાદિ વિના જગતને કોણ ધારણ કરી શકે ? એક પણ ભાગ્યવાન પુરૂષના હૃદયમાં જયાં સુધી મૈત્રી હશે, ત્યાં સુધી ધારણું કાર્ય ચાલુ રહેશે,
સર્વથી ઉત્કૃષ્ટ જે અશુભ પરિણામ, તેના કરતાં એક માત્રા અધિક એ અશુભ પરિણામ, દુર્ગતિમાં જતાં જીવેને થતું નથી, એનું કારણ એ છે કે પુરૂષોના હૃદયમાં, મૈયારિરૂપ ભાવધર્મ છે. એ ધર્મ ન હોય તે જેના અશુભ પરિણામની કોઈ મર્યાદા ન રહે.
સર્વોત્કૃષ્ટ અશુભ પરિણામની અપેક્ષાએ તેનાથી એક પણ માત્રાહીન એવે અશુભ પરિણામ પણ શુભ ગણાય. જેમ ૧૦૪ ડીગ્રી તાવની અપેક્ષાએ ૧૦૩ ડીગ્રી તાવ સારે ગણાય. તેમ અહીં, આ અપેક્ષાને મૂલવવાની છે. અહી અશુભની માત્રામાં જે ન્યૂનતા થઈ, તેમાં પણ કારણ પુરુષોના હૃદયમાં રહેલે ધર્મ છે.