________________
૭૭.
ત્રણ મહાન ભાવ મૈત્યાદિની શક્તિ
મથ્યાદિ સ્વરૂપ ધર્મમાં રહેલી ધારણ કરવાની શક્તિ, શબ્દોમાં આવે તેમ નથી. તેને શબ્દ દેહ આપવાનું કાર્ય અશક્ય પ્રાયઃ છે. પણ સ્પર્શ થતાં સમજાય છે કે, ધમ એક એવે પ્રેમપૂંજ છે કે જેનાથી આપણે સહુ ધારણું કરાઈ રહ્યા છીએ.
એ પ્રેમપુજને કેવળ આત્મા, આત્મા વડે, આત્મામાં જ જાણી શકે, જોઈ શકે અને અનુભવી શકે.
પરમાત્મતત્ત્વ સાથે ભાવાનુસંધાન થતાં, એક એવું મોજું આત્મ-દ્રવ્યમાં ફરી વાળ્યું છે કે, જેની મીઠાશનું વર્ણન ન થઈ શકે. એ મીઠાશ તે ધર્મ છે, જે ધારણ કરે છે. અથવા પરમાત્મરૂપ સર્વ જીવો સાથે ભાવનુસંધાન થતાં જ જે આહાઇ-આનંદ વગેરે ઉત્પન્ન થાય છે, તે જગતને ધારણ કરે છે. એની શક્તિને કેવળ કેવળી ભગવંતે જ જાણી શકે છે. યેગીએ એ પરિણામને સ્પર્શવાના સતત પ્રયત્નમાં રત રહે છે.
દશન-જ્ઞાન-ચારિત્રને આત્મા, પૂર્વોક્ત સમસ્ત જતુવિષયક સ્નેહનો પરિણામ છે. આ પરિણામની ભાવપરિણતિ, વરૂપલભ, સિદ્ધ ભગવંતેમાં પણ છે. એ જ ભાવ પરિણતિને શ્રી ઉમિતિકાર ભગવંત પરમ કારણ તરીકે સંબોધે છે.
આ બધી અપેક્ષાઓને સામે રાખીને મારિ ભાવે તરફ જવાય, ત્યારે તે ભાની મહાપ્રભાવિકતાને સાચે ખ્યાલ આવે.
વ્યક્તિમાં વિશ્વ અને વિશ્વમાં વ્યક્તિ કઈ રીતે પ્રતિષ્ઠિત છે તે અને તેના અમાપ ઉપકારક સ્વરૂપને યથાર્થ ખ્યાલ તૈયાદિ ભાવેને સ્પર્શતાં જ સ્પર્શે છે. તેમાં કોઈ શંકા નથી.
ત્રણ મહાન ભાવે मा कार्षीत् कोऽपि पापानि; मा च भूत् कोऽपि दुःखितः ।
मुच्यतां जगदप्येषा; मतिमैत्री निगद्यते । કઈ પાપ ન કરે, કેઈ દુઃખી ન થાઓ. આ જગત મુક્ત થાઓ–એવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે.
આ ત્રણ ભાવોને હૃદયમાં સતત ધારણ ન કરનારની દરેકના પાપમાં, દરેકના દુખમાં અને સંસારમાં સૂમ બુદ્ધિગમ્ય અનુમતિ હોય છે તેથી તે સતત પાપ બાંધ્યા કરે છે.