________________
આત્મ-ઉત્થાનને પાયે
એટલે એવા આત્માઓ, ચક્રવર્તી પણાના ચંચળ સુબેને જતાં કરીને, ત્યાગ અને વૈરાગ્યના સ્થિર માર્ગે પ્રમાણુ કરીને, જિનભક્તિ અને છત્રીને અજવાળે છે.
ભવ-નિર્વેદથી ભીજાએલા હૈયામાં અનુકંપે તે હોય જ. જે ન હોય તે એ ભવ-નિર્વેદ યથાર્થ નહિ. અનુકંપા એટલે હૃદયની આદ્રતા,
દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારના રોગે વડે ઘેરાએલા જીવોનાં દુઃખે જોઈ આવા આત્માઓ અંદરથી ભારેભાર વ્યથા અનુભવતા હોય છે. સાત્વિક આ વ્યથાનું બીજું નામ અનુકંપા છે.
મારે શું? એ એના કર્મોના ફળ ભોગવે? એવી ઉપેક્ષા, જિનભક્તિજન્ય જીવમૈત્રીથી વાસિત હૈયાવાળો આત્મા નથી જ દાખવતો.
મિત્રના દુખે, દુઃખી થતા મિત્રની જે લાગણી તે જ અનુકંપા. અનુકંપા રહિત હય, પત્થર-હદય કહેવાય છે. આ રીતે અનુકંપા એ જીવમૈત્રીને સ્પષ્ટ આવિષ્કાર છે.
મૈત્રીને મહાન મિત્ર આસ્તિક્ય છે. આસ્તિય એટલે પરા
પાર્થ એ જ પરમાનુષ્ઠાન એવી શ્રદ્ધા.
પરાર્થ સિવાય જીવમત્રી ન હોય. જિનભક્તિ હોય તે પણ ઔપચારિક સ્વાર્થજન્ય હેય.
શ્રી જિનેશ્વરના સમગ્ર સ્વરૂપમાં પરાર્થને પરમ મંગલકારી ભાવ ઓતપ્રેત છે. તેઓશ્રીના શ્વાસ સુદ્ધામાં જીવમાત્રના મંગલનું મહાન સંગીત ઘુંટાતું રહે છે. આવા પરાર્થવ્યસની પરમાત્માના ભક્તના હૃદયમાં જે પરાથ–પરમાર્થની પવિત્ર ભાવના ના જાગે તે શું સમજવું?
સાચું સમ્યક્ત્વ પણ પરાર્થ વડે જ દીપે છે. જીવદયામય જીવન પણ પરાર્થનું જ સ્વરૂપ છે.
શ્રી જિનભક્તિ જન્ય જીવ મૈત્રીનાં આ અંગે વડે બનેલું જીન, પરમ જીવનનું બીજ બનીને આત્માને નિબીજ (ભવવાસના રહિત) બનાવી શકે છે, તે નિઃસંદેહ છે.