________________
A
ભાવનાનું સામર્થ્ય
ભાવનાનું સામર્થ્ય રાગ-દ્વેષાદિ ફલેશ કહેવાય છે અને ઈર્ષ્યા-અસૂયાદિ ઉપકુલેશ કહેવાય છે. કલેશનું મૂળ ઉપલેશ છે.
સુખી પ્રત્યે ઈષ્ય, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, ગુણી પ્રત્યે અસૂયા અને પાપી પ્રત્યે તિરસ્કાર જેમાંથી જન્મે છે તે ઉપલેશ છે.
“સઘળું સુખ મને જ મળે અને સઘળું દુખ મારું જ ટળે, એ રીતે સુખ પ્રત્યે અનંત રાગ અને દુઃખ પ્રત્યે અનંત છેષ એ કુલેશ માત્રનું મૂળ છે.
મારું દુઃખ ટળો તેમ બીજાનું પણ ટળે,
મને સુખ મળે એમ બીજાને પણ મળે.” એ વિચારથી ફલેશ મંદ થાય છે.
મંદ ફલેશને નિવારવા માટે, દુઃખને દુઃખનાં મૂળ પાપષમાં અને સુખરાગને સુખના મૂળ ધર્મરાગમાં વાળવાની જરૂર છે કારણ કે, દુખ એ પાપનું ફળ છે અને સુખ એ ધર્મનું ફળ છે.
ધર્મને રાગ પુણ્યવાન પ્રત્યે. અસૂયાને બદલે અનુરાગ પા કરે છે તથા પાપને છેષ પાપી પ્રત્યે તિરસ્કારને બદલે અનુકંપા યુક્ત માધ્યશ્ય પેદા કરે છે. પુણ્યવાનું પ્રત્યે હર્ષ અને પાપી પ્રત્યે માધ્યશ્ય એ અનુક્રમે અમેદ અને ઉપેક્ષાભાવ છે.
આ રીતે રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનું સામર્થ્ય મૈયાદિ ભાવનાઓમાં રહેલું છે.
મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યશ્ય આ ચાર ભાવનાઓમાં પ્રથમ નંબરે મૈત્રીભાવના છે અને પછી પ્રમેહ, કરૂણા અને માધ્યશ્ય છે. મિત્રીભાવનું સામર્થ્ય
મૈત્રીભાવનાની પરાકાષ્ટાનું નામ પૂર્ણ અહિંસા છે, અને એ મૈત્રીભાવનાને જ્યાં જ્યાં જેટલા પ્રમાણમાં અભાવ અને તે અભાવને દૂર કરવા માટેના પ્રયાસની ખામી; ત્યાં ત્યાં તેટલા પ્રમાણમાં હિંસા પછી ભલે તે વ્યક્ત હોય કે અવ્યક્ત હય, જાણપણે હેય કે અજાણપણે હેય.
હિંસાને સંબંધ, કેવળ પ્રાણુનાશ સાથે છે, એવું નથી; પણ અન્ય જીવન રક્ષણ અંગેના ઉપયોગની ખામી સાથે ય છે. જૈન શાસનમાં જેટલું ઉપયોગ તે ધર્મ છે અને ઉપયોગની ખામી એટલો અધર્મ છે.
મતલબ કે અહિંસા, દયા, જીવમૈત્રી એ ધર્મને પામે છે. મૈત્રીભાવના વગરના કઠોર હૈયામાં કરૂણા આદિ ભાવનાઓ ઉગી શકતી નથી.