________________
આત્મ-ઉત્થાનને પાયે
16
ભાવદયા સાધુ-સંતે અજ્ઞાનીને જ્ઞાન, અશ્રદ્ધાળુને શ્રદ્ધા, ને આચારહીનને આચાર આપવા ઈચ્છે છે, તે તેમની ભાવદયા છે.
પ્રભુ શ્રી તીર્થંકર પરમાત્મા, શું આપવા ઈચ્છે છે? તેઓશ્રી મિથ્યાદષ્ટિનેસમ્યગ્દર્શન, મિથ્યાજ્ઞાનીને-સમ્યજ્ઞાન અને મિથ્યાચારિત્રીને-સમ્મચારિત્ર અર્પે છે. સાધન વડે, સંસારમાં પરિભ્રમણશીલ જીવને-મોક્ષનાં અવ્યાબાધ સુખ આપવા ઈચ્છે છે; આનું નામ ઉત્કૃષ્ટ “ભાવદયા” છે.
ભાવઢયામાં પણ તારતમ્યતા હોય છે.
૧. શ્રી તીર્થંકર પરમાત્માનો ભાવ, સર્વને અને પ્રત્યેકને આત્મધન પ્રાપ્ત કરાવવાનો હોવાથી અને તેમનાં જે ઉત્કૃષ્ટ ભાવ બીજા કેઈમાં ન જાગતે હેવાથી, તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે.
૨. જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય, તેઓને ઓળખાવનારૂં નામ પણ, અચિંત્ય માહામ્યવાળું હેય જ.
૩. જેમનું નામ અચિંત્ય મહાગ્યવાળું હોય, તેમનું રૂપ તેથી પણ વધારે મહિમાવાળું માનવું જોઈએ કારણ કે, એક રૂપમાં અનેક નામે સંગ્રહ છે.
૪. સમાન ભાવ અને સમાન દ્રવ્યને ધારણ કરનાર વ્યક્તિઓમાં ભેદ પાડવાની શક્તિ દેશકાળમાં નથી, તેથી તેઓનું એક સ્વરૂપ ફિદાઢાઘનવરિજીત્રાનંવિન્માત્રમૂર્તિ કહેવાય છે.
પ. દેશકાળને ભેદ કથંચિત્ બુદ્ધિ પ્રકલ્પિત છે. સાધનામાં એ ભેદ, પ્રજનભૂત નથી; તેથી તેને બાદ કરીને અવશેષ રહેનાર ભાવ અને દ્રવ્યને મુખ્ય કરાય છે. તે સર્વ, તીર્થકર ભગવતેમાં સ્વરૂપથી સમાન હવાને કારણે, એકની પૂજામાં સર્વની પૂજા અને એકની હિલનામાં સર્વની હિલના નિયમ સચવાય છે.
૬. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજ, પિતાના આત્મસ્વરૂપની પૂજા સ્વરૂપ છે. એમનું ધ્યાન એ પિતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી કંઈક વિશેષ છે, કેમકે તેમાં પિતાથી અધિકનું પણ ધ્યાન થાય છે.
૭. શ્રી તીર્થંકર પરમાત્માના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચે લાવવાનું સાધન છે, ભાવથી ભાવ વધે છે. સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતીયને વિજાતીય મળવાથી બંનેની શક્તિ ઘટે છે, શ્રી તીર્થંકર પરમાત્માના ધ્યાનથી સજાતીયતાના કારણે, આત્મા સબળ બને છે.
ti