________________
૬૮
આત્મ-ઉત્થાનને પાયો ભાવધર્મના એ ચાર અંગ છે. ભાવધર્મનાં આ ચારે અંગે, શ્રી નમસ્કાર મહામંત્રના આરાધન વડે વિકસે છે. તેથી ધર્મના અર્થ માટે તેનું આરાધન, તેનું આલંબન પરમ આવશ્યક છે, પરમ હિતકર છે, પરમ કલ્યાણકર છે.
ભાવરક્ષા દયા એ ધર્મને સાર છે. પર–દયા એ સ્વ-દયાના લક્ષે કરવાની છે. તેથી સ્વ-દયા એ દયાને સાર છે. સ્વ-દયા પોતાના ભાવપ્રાણની રક્ષા રૂપ છે, તેથી ભાવરક્ષા એ સ્વ-દયાને સાર છે. ભાવરક્ષા “સર્વ જી સુખી થા અને સર્વ જેનું દુઃખ ટળા” એ વિચાર વડે થઈ શકે છે, તેથી આ વિચાર એ ભાવરક્ષાને પણ સાર છે.
શ્રી તીર્થકર દેવને ઉપદેશ દયાને છે, કરૂણાને છે. તેને સાર ભાવરક્ષાને છે, તેથી ધર્મનું લક્ષણ કૃપા છે, અને કૃપા એ જ રત્નત્રયનું સ્વરૂપ છે. કૃપામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણેને એકત્ર સમાવેશ છે. કૃપામાં રત્નત્રયીની એકતા છે. પરઆત્મામાં આત્મ સમાન જ્ઞાન, આત્મતુલ્ય દર્શન અને આત્મતુલ્ય વર્તન થયા વિના કૃપાધર્મ ફળ નથી.
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એટલે દયા એ ઉત્કૃષ્ટ મંગળ છે. દયા એટલે ભાવરક્ષા, એ ઉત્કૃષ્ટ મંગળ છે. શુભભાવની રક્ષા જ વર્ગોપવર્ગનું કારણ છે અને ભયાનક ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે માર્ગદર્શક છે.
દયા એ શ્રી તીર્થંકરદેવને પ્રકાશ છે અને તીર્થકરત્વનું મૂળ છે. તીર્થકરત્વ એ મોક્ષમાર્ગનું મૂળ છે. એથી મોક્ષનું મૂળ એ શુભ ભાવની રક્ષા છે.
શુભભાવની રક્ષા સર્વ જી પ્રત્યે શુભ પરિણામ ધારણ કરવાથી થાય છે અને શુભ પરિણામનું ધારણ સર્વ જીવોને આત્મતુલ્ય જોવા જાણવા અને આચરવાથી થાય છે એથી રાગ, દ્વેષ અને મેહ શમે છે અને જ્ઞાન, દર્શન તથા વીર્ય પ્રગટે છે. તેથી
સને અનન્ય ઉપાય એક જ છે અને એ ભાવપ્રાણની રક્ષા ! બીજો બધો વ્યવહાર એ ભાવપ્રાણની રક્ષા માટે જ નિર્માય છે.
પિતાનાં દ્રવ્ય પ્રાણીની રક્ષા માટે સચિંત અને સક્રિય માનવને ભાવપ્રાણની રક્ષા માટે પણ સચિંત અને સક્રિય બનાવનારી ઇયાને હૃદયમાં સ્થાપવા માટે દેવાધિદેવને હૃદયેશ્વર બનાવવા પડે છે.
તે પણ શુભભાવના અખંડ તને જન્માવનારા ભાવપ્રાણે એક ક્ષણ માટે પણ તુચ્છભાવ, ક્ષુદ્રભાવ, સ્વાર્થભાવ, દેહભાવ, ઐહિકભાવ આદિ તરફ નજર નાખતા નથી; પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી રત્નત્રયીની સુરક્ષામાં સતત સક્રિય રહે છે.