________________
જ્ઞાન અને ભાવના
પ
જ્ઞાન અને ભાવના
માત્રનાનુનતસ્ય જ્ઞાનસ્ય તવતો જ્ઞાનવાવિત્તિ। ધર્મબિન્દુ, અધ્યાય ૬-૩૦
જ્ઞાન એ વસ્તુ તંત્ર છે. ભાવના એ પુરુષ તંત્ર છે. જ્ઞાન જ્ઞેયને અનુસરે છે. ભાવના પુરુષના આશયને અનુસરે છે.
જે પુરુષ પેાતાના આત્માને શીઘ્રપણે કર્મથી છેડાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે જ છે.
જ્ઞાનથી આત્માના શુદ્ધસ્વરુપને જાણી શકાય છે.
ભાવનાથી આત્માના શુદ્ધસ્વરુપને પામી શકાય છે.
જ્ઞાન થયા પછી પણુ, આત્મસ્વરુપને પામવા માટેની ભાવનાના આશ્રય ન લેવાય તા જાણેલું જ્ઞાન ફળહીન બને છે.
:
જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરુપ છે. સમતા સકળ સત્ત્વહિતાયરૂપ છે. સકળ સત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે.
સવજીવા પ્રત્યે . આત્મતુલ્યભાવ, આત્મતુલ્યસ્નેહ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતા નથી. તેના વિના સમતા ટકી શકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વધ્યું અને છે.
મને મળે તે સને મળે!
જ્ઞાનના વિષય એ ોય છે. ભાવનાના વિષય એ ધ્યેય છે.
જે સુખ પેાતાને પ્રિય છે, તે સુખ સવને મળે અને જે દુઃખ પેાતાને અપ્રિય છે, તે કોઈને પણ ન મળે' આ જાતના ભાવ, પુરુષ-આત્માની શુદ્ધિ કરે છે. ઇર્ષ્યા અસૂયાદિ ચિત્તના મળેાના નાશ કરે છે, પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપે દૂર કરે છે, આત્મા કમ ભારથી હળવા બને છે, માહુની વાસનાના જોરથી પરાભૂત થયેલા આત્મા, વાસનાનિમુક્ત બને છે.
જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ ભાવનાના સ્થાને ભાવનાનું મહત્ત્વ છે. અને તેટલું જ ચારિત્ર, સર્વવિરતિ કે સ સાદ્યના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાત્મ્ય છે.
જ
એકબીજાના સ્થાને એકબીજાની ગૌણુતા ભલે હૈ। પણ પાતપેાતાના સ્થાને એકખીજાનું એકસરખું મહત્ત્વ છે.
આ. ૯