________________
આત્મ-ઉત્થાનને પાયો રૂપે, પુણ્યવાન પ્રત્યે પ્રદરૂપે અને પાપી પ્રત્યે માધ્યય્યરૂપે અભિવ્યક્ત થાય છે તે અનુભાવ છે. તેથી ચિત્તના ઈષ્ય, અસૂયા, કૅધ, હાદિ મળો નાશ પામી ક્ષમા નમ્રતા, સરળતા, સંતેષાદિ ભાવે પ્રગટે છે, તે સંચારીભાવ છે.
જીવો પ્રત્યે મિથ્યાભાવે ટળવાથી સમ્યકુભાવ ઉત્પન્ન થાય છે; એનું જ નામ શુભ આત્મ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે.
મૈત્રી એટલે પિતાની પાસે જે છે તે બીજાને આપવાનું છે. દુઃખીને દયા, ગુણીને અનુમોદન, પાપીને ક્ષમા અને સમસ્ત જીવરાશિને હિતચિંતાને ભાવ આપવાનું છે. ધર્મને સાર મૈત્રી આદિ ભાવે છે.
ચિતન્ય ઉપર મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યશ્મ-એ ચારભાવને છોડીને બીજે ભાવ ધારણ કરે એ મહા અપરાધ છે, પરમ અધર્મ છે, બુદ્ધિને વિપર્યાય છે. ધર્મનુલક્ષણ
ધર્મનું લક્ષણ શુભ પરિણામ કર્યું છે. શુભ પરિણામ ચાર પ્રકારનાં છે.
ધર્મનું પ્રત્યેક અનુષ્ઠાન, કાં તે મૈત્રીભાવ, કાં તે પ્રમેદભાવ, કાં તે કારુણ્યભાવ, કાં તો આદાસીન્યભાવ સિદ્ધ કરવા માટે છે. અપ્રશસ્ત ભાવ વિનાને ધર્મ લુણ વિનાના ધાન્ય જેવું છે. ભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી.
હું જ સુખી થાઉં, હું જ ગુણી બનું, મને દુઃખ ન મળે, મારા દેશ બધા જ ખમી ખાઓ, આ પ્રમાણે “હુપણાની લાગણી ચિત્તમાં ચિંતા, ભય અને શોકની વૃત્તિઓરૂપી સંક્લેશ અને દુઃખને પેદા કર્યા જ કરે છે. તેમાંથી છૂટવાને પહેલો અને સહેલે ઉપાય, “સર્વ સુખી થાઓ, સર્વ ગુણી બનો, સર્વ દુખ મુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ.” એ ભાવનાને દઢ અભ્યાસ છે.
બીજાના સુખ માટે ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે, બીજાના દેશ પ્રત્યે ઉદાર બનવું, એ સંક્લેશનિવારણને બીજો ઉપાય છે.
એટલે કે, “બધા મારી ચિંતા કરે, બધા મારી પ્રશંસા કરો, બધા મારું દુઃખ દૂર કરો અને બધા મારા દોષને ખમી ખાઓ,” એ વિચારેના સ્થાને, “હું બધાની ચિંતા કરું, હું બીજાની પ્રશંસા કરું, હું બીજાનાં દુઃખ દૂર કરું, હું બીજાના દોષ ખામી ખાઉં એ પ્રકારના વિચારને વિકસાવવા ઉદ્યમશીલ બનવું.
મૈત્રીરૂપી માતાની આ રીતે ઉપાસના કરવાથી વિશ્વપ્રેમની દષ્ટિ ખૂલે છે અને એ દષ્ટિ ખૂલવાથી વિશ્વપ્રેમી એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતેની ભક્તિ અને ઉપાસનામાં રસ પેદા થવા સાથે એમની આજ્ઞાનું પાલન માટે જરૂરી વિદ્યાસ જાગે છે.