________________
આત્મ-ઉત્થાનને પાયે
તત્ત્વ-બોધ
ઈચ્છાઓ માણસને દરિદ્ર બનાવે છે. ઈચ્છાઓને અભાવ માણસને અમીર બનાવે છે. મનુષ્ય જીવનને એક શ્વાસ પણ ફેગટ ગુમાવવો તે મોટું રાજ્ય ગુમાવવા બરાબર છે.
શરીરના નવદ્વારથી ઉપર ઉઠાય, તે જ દશમા દ્વાર સુધી પહોંચી શકાય. સાંસારિક અનુભવને સંબંધ બહાર લઈ જનારા નવ દ્વારા મારફત છે. આત્માને અનુભવ દશમા દ્વારમાં છે.
સેમાં નવ્વાણું ચિંતાઓ જીવની ઊભી કરેલી કાલ્પનિક હોય છે. જે જીવનના અણુમેલ સમયને બાળીને ખાખ કરી નાખે છે. માથે ભગવાનને રાખે ! એટલે માથાને ભાર ઉતરી જશે. માથું ઉત્તમાંગ છે માટે ત્યાં કચરા જેવી ચિંતાઓ ન જ રખાય પણ ભગવાનને સોંપી દેવાય.
સહાનુભૂતિ સંકટને ભાગાકાર કરે છે. આશ્વાસન આપત્તિની બાદબાકી કરે છે. ચન્દ્રની સપાટી ઉપર ઉતરવું સહેલું છે. પણ પિતાને સમજવું મુશ્કેલ છે, શૂન્યતામાં જ સ્વાનુભૂતિ છે.
દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. આંતરિક પીડાનું આંતરિક જાણપણું જ પોતાની ચરમસીમાએ વિસ્ફટ બની જાય છે. જે આ સીમા સુધી દુખને સહન કરવા ખુશી હોય છે, તે દુઃખની પેલે પાર પહોંચી જાય છે.
રાગરહિત પ્રેમ એ જ અહિંસાની અનુભૂતિ છે. આત્મ-વિશ્વાસ ( Soul Confidence) એ અચળ ધન છે.
ભેદભેદાત્મક તત્ત્વજ્ઞાન એકતા ત્રણ પ્રકારની છે.
૧. જાતિગત, ૨. ગુણગત, ૩. પર્યાયગત. પર્યાયગત એકતા દ્રવ્યરૂપ સ્વરૂપારિતત્વ છે. ગુણગત એકતા પ્રદેશગત એકધારતારૂપ છે અને જાતિગત એકતા સમખિસ્વરુપ સાદસ્થાસ્તિત્વરૂપ છે.
જાતિગત એકતાનું ભાન સ્નેહભાવ વિકસાવે છે. દ્રવ્યગત એકતાનું ભાન સમત્વભાવ, સ્થNભાવ અને ધ્રુવભાવ વિકસાવે છે. એકાધારતારુપ પ્રદેશગત એકતાને ભાવ આનંદભાવને વિકસાવે છે.