________________
તવ પ્રસાદ
આ બંને વાતને આજ્ઞા સાપેક્ષપણે સમાવતાર કરવાથી, “ધર્મ” જીવન બને છે. શ્વાસમાં પૂર્ણતા ઘૂંટાય છે, મનમાં મંત્રી જીવાય છે અને તેને સઘળે યશ આત્મદેવને આપવાથી નિરહંકારીવૃત્તિનું ચલણ જીવનમાં સ્થપાય છે.
કતૃવાભિમાન એ માટે દેવ છે, નિંદનીય સ્તનકૃત્ય છે. જે જેનું છે, તેના ખાતે જમા કરવામાં પ્રામાણિક્તા છે, નીતિમત્તા છે. સારું જે કાંઈ છે, તે તેના સ્વામીના ખાતે જમા કરવાને બદલે પિતાના ખાતે જમા કરવાની અધમવૃત્તિનું જ બીજું નામ મિથ્યા અહંકાર છે. તે અહંકાર પ્રભુને સમર્પિત થવાથી જ દૂર થાય છે. અને આત્માનુભવ થાય છે.
તત્ત્વ-પ્રસાદ
દ્રવ્ય અને પર્યાય ઉભયથી આત્માને જાણ તે જ્ઞાન છે. મનનું મૌન એટલે વિચારોનું મૌન. જ્યારે વિચાર વિરમે ત્યારે આ મૌન સધાય. પરાવાચાનું મૌન સધાય ત્યારે તે વાચાનું પૂર્ણ મૌન કહેવાય. વૈખરીનાં મૌન કરતાં મધ્યમાં, પશ્યની અને પરાવાણીનું મૌન ઉત્કૃષ્ટ છે.
જ્યાં વૃત્તિ નથી, ત્યાં આત્મા તે છે જ. 'सुखमस्यात्मनोरुपं, सर्वहाउपरतिस्तनुः ।' આનંદ એ આત્માનું સ્વરુપ છે, બધી ઈચ્છાની શાંતિ એ તેનું શરીર છે.
જ્ઞાનમાર્ગમાં શ્રવણ એ મુખ્ય સાધન છે. જેનું શ્રવણ કરીએ તે પૂર્વ પરિચિત હોય તે તેનો સાક્ષાત્કાર તુરત થાય છે.
મહામૌનમાં સંધિકાળ લાંબો હોય છે. તેમાં પોતાના આનંદ વ૫ આત્માને પરિચય વધવાથી બ્રહ્મા નિરુપણ વખતે તદાકાર-બ્રહ્માકાર તુરત જ થવાય છે. તેથી બ્રહ્મનું નિરુપણ બરાબર સમજાય છે. શંકા ઉઠતી નથી. મનનું સમાધાન થાય છે.
મહામાનમાં મન અને બુદ્ધિને પૂર્ણ વિશ્રાંતિ મળે છે, તેથી શરીરના અણુએ અણુ તાજા થાય છે. રોગની શાતિ અને આરોગ્યનો અનુભવ થાય છે.
રાગાદિ ભાવશત્રુની ઉપતિમાં, પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગે છે. અને ત્યારે ભગવાન જ સાચા કર્તા-હર્તા છે, જીવ નહિં. અને તે જે કાંઈ કરે છે, તે સારું જ હોય છે. તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે.
વિચારોના પૂર્ણવિરામની અવસ્થા આત્મારામાપણાની પ્રાપ્તિ પછી જ પ્રગટે છે.