________________
૫૪
આત્મ-ઉત્થાનને પાયે અજીવતત્વના સંબંધથી જીવમાં અશુદ્ધિ આવે છે, તેથી જીવમાં અશુદ્ધિ લાવનાર અજીવતત્વ હેય છે. હેયમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ–એ દષ્ટિને અંધાપો છે, તે મિથ્યાષ્ટિનું દર્શન છે. જિનદર્શન તેને દૂર કરે છે. કારણ કે જિનરાજમાં સર્વગુણ પ્રકર્ષતા છે. પોતે પરમતત્વસ્વરુપ છે.
તત્વ વિષયક આ વિચારણા જીવનમાં વણાય ત્યારે જ જિનભક્તિ અને જીવમૈત્રી જીવનમાં વણાય છે. તેનાથી આતરૌદ્રધ્યાન જનક સ્વાર્થ પ્રચુરતા મંદ પડીને ધીમે ધીમે નાશ પામે છે. અને આત્મ વિકાસ સધાય છે.
તત્ત્વનું તત્ત્વ વિરક્તિ માટે પૂર્ણતાની દૃષ્ટિથી આત્મદ્રવ્યની પ્રીતિ કેળવવી જોઈએ. મિત્રી માટે જાતિગત અભેદની દષ્ટિથી આત્મદ્રવ્યની ઉપાસના કરવી જોઈએ. પૂર્ણતાની દષ્ટિ, તૃષ્ણાને ઉરછેદ કરે છે. અભેદની દૃષ્ટિ ઈર્ષ્યા, અસૂયા છેષ આદિ ઉપકુલેશાને છેદ કરે છે. કર્તવાભિમાનને અંત લાવવા માટે કર્તુત્વ જેનું છે, તેને સેપવું જોઈએ.
કર્મચસ્ત આત્મા પણ સ્વભાવે તે પૂર્ણ જ છે. વાદળ વડે ઢંકાયેલા પણ સૂર્યમાં અંધકાર નથી જ છે, પણ તે સમયે બાહ્ય જગતમાં દેખાતે અંધકાર તે વાદળના ઘરને હોય છે, તેમ મનરૂપી જગતમાં પ્રવર્તતો અપૂર્ણતાને અંધકાર પણ કર્મના ઘરનો હોય છે.
આ અંધકારને જીવનમાં અગ્રીમતા અપાય છે, તે જીવન ભારરુપ બને છે અને તેનાથી પર એવા પૂર્ણ આત્માને જીવનમાં પ્રધાન સ્થાન અપાય છે તે મહાત્માઓને પ્યારા વૈરાગ્યની સર્વોચ્ચ અનુભૂતિ સ્વાભાવિક બને છે.
ફક્ત એક મિનિટ માટે પણ જે માનવી પોતે પિતાને આ પૂર્ણતાની દ્રષ્ટિથી જુએ, વાંચે, વિચારે તે પણ તેને વિરક્તિને અમૃતાનુભવ થયા સિવાય ન રહે.
વૈરાગ્ય એ કઈ ભાગેડુવૃત્તિ નથી કે કાયરતા નથી, પણ આત્મસવભાવની સ્વભાવગત લાક્ષણિક્તા છે. જગતના જીવને શાતા બક્ષનારી અતિશય સૂક્ષમ શક્તિ છે.
ધર્મની આરાધનાનું લય આ પૂર્ણતાની પરિપૂર્ણ પ્રાપ્તિ જ છે.
વિરક્તિ પદાર્થમાંથી એ ભાવ પણ નિષ્પન્ન થાય છે કે, જીવ માત્રમાં પૂર્ણ રક્તતા, પૂર્ણ જીવમૈત્રી. પાકી જીવમૈત્રીવડે સાચી વિરક્તિ કાર્યક્ષમ નીવડે છે. તાત્પર્ય કે વિરક્તિ અને મૈત્રી એ પરસ્પરનાં પૂરક છે. એકના અભાવમાં બીજાનું હોવું શક્ય નથી.