________________
આત્મ-ઉત્થાનને પાયે નિરીછ થવામાં આત્માનું સન્માન છે. પરમાત્માના ગુણગાન ઈરછાને અંત આણે છે, તેનું કારણ પણ તેઓ સ્વયં સંપૂર્ણપણે અવસ્થિત છે, તે છે.
ઈરછા કેણ કરે? જે અપૂણ હોય તે. પૂણને વળી ઈરછા કેવી? તે વિચારવાનું એ છે કે આત્મા સ્વભાવે પૂર્ણ હોવા છતાં આપણા મનમાં ભિન્ન-ભિન્ન ઇચ્છાઓ મિથ્યાષ્ટિના કારણે જાગે છે.
મિથ્યાદષ્ટિ હમેશાં મિથ્યાગી હોય છે. આ દષ્ટિને ત્યાગ પરમાત્માના દર્શનથી સુલભ બનતા આત્મદર્શનથી થાય છે. માટે મનને પુનઃ પુનઃ પરમાત્માના સ્મરણ દ્વારા આત્માનું અનુસંધાન કરાવવું એ નિરીચ્છ બનવાને રાજમાર્ગ છે.
તત્ત્વ-દર્શન સર્વ દેષ રહિત અને સર્વ ગુણ સહિત એવા શુદ્ધ આત્મતત્વને પામવાનું સાધન બની ગહ અને ગુણની અનુમોદના છે. જ્યાં સુધી દેશના લેશની પણ અનુમોદના છે, અને ગુણના અંશની પણ ગહ છે, ત્યાં સુધી શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ, શ્રદ્ધા કે પરિણતિ ઉત્પન્ન થઈ છે, એમ કહી શકાય નહિ
એ કારણે આરાધ્ય દેવ એક વીતરાગ જ છે. પૂજ્ય ગુરુદેવ એક નિગ્રંથ જ છે અને શુદ્ધ ધર્મ એક જીવદયા જ છે એમ ન સમજાય ત્યાં સુધી ભાવથી દુષ્કૃતગહ, સુકૃતાનમેદના કે અરિહંતાદિનું શરણગમન શકય નથી.
દશેય તરીકે, આરાધ્ય અને ઉપાસ્ય તરીકે વીતરાગદેવ, નિર્ચથગુરુ અને દયામય ધર્મ જેના હૃદયમાં વસે છે, તેના હૃદયમાં પળે પળે દુષ્કતગહ, સુકૃતાનમેદના અને ધર્મનું શરણગમન વસેલું હોય છે.
દુષ્કૃતમાં હેય બુદ્ધિ, સુકૃતમાં ઉપાદેય બુદ્ધિ અને ધર્મમાં અત્યંત ઉપાદેય બુદ્ધિ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. એને જ સંસાર હેય, મેક્ષ ઉપાદેય અને તેનું સાધન રત્નત્રય એ અત્યંત ઉપાદેય લાગે છે.
સંસાર એ પાપનું સ્થાન, મોક્ષ એ ગુણનું ધામ અને ધર્મ એ પાપને પરિહાર, આ ત્રણ તત્વની સદ્દતણું એ સમ્યગ્દર્શનની નિશાની છે.
દુઃખનું કારણ દુષ્કૃત, સુખનું કારણ સુકૃત અને અક્ષય અવ્યાબાધ સુખનું કારણ ધર્મ છે. ધર્મમાં દયા મુખ્ય છે. દયા એ દુઃખીના દુઃખને નિવારવાની વૃત્તિ છે.