________________
ઈછાનિરોધ
૫૧ તે માટે સંગતિકરણરૂપી મહાયજ્ઞ બતાવ્યું છે. વિદ્યા અને મંત્ર તેમાં સહાયક બને છે.
સંગતિકરણ એટલે સમાન માર્ગમાં ગમન ! એક જ માર્ગે ઘણાઓનું ચાલવું, સર્વ સામાન્ય માટે હિતકારી સંવિધાન છે.
મંત્રદેવતા પાપનાશ માટે સમર્થ હોય છે. મંત્રજાપ વડે પ્રાણબળ અને મનોબળ વધે છે.
સર્વત્ર આત્મદષ્ટિરૂપી બ્રહ્મજ્ઞાન ન હોય, તે પ્રાણબળ અને મને બળ વધવાથી અહંકારની પણ વૃદ્ધિ થાય છે. આ વિકસિત અહંભાવનું Purification (શુદ્ધીકરણ) બ્રહ્મજ્ઞાનથી થાય છે.
નવકારમંત્રની આરાધના આત્મદષ્ટિરૂપી બ્રહ્મજ્ઞાન આપીને આત્માને ઉંચે ચઢાવે છે.
ઈચ્છાનિરોધ વિશ્વાત્મા એ જ સ્વાત્મા છે. એ સ્વાનુભવ કર, તે સર્વ ઉપદેશને સાર છે.
જયાં કામ ત્યાં નહિં રામ, જ્યાં રામ ત્યાં નહિં કામ. જે આત્મારૂપી મહારાજાને મળવું હોય તે કામના વાસના અને ઈચ્છારૂપી જૂના-પૂરાણું–ફાટેલા-તુટેલાં ચીંથરાઓને ફેંકી દે, ફગાવી દે. રાજાને ત્યાં રાજા જ પણ હેય.
આશ્ચર્ય એ છે કે, જ્યારે કામનાઓને છોડવામાં આવે છે, ત્યારે તે પોતાની મેળે જ પૂરી થવા માંડે છે. હું અગ્નિમાં પડે એટલે અગ્નિને ગુણ તેમાં આવી જાય છે. એ જ રીતે મન, ચિતન્યમાં શેડો કાળ અભેદ્યપણે રહે, તે તેમાં અચિત્ય શક્તિ આવી જાય છે.
એકાંતમાં બેસી, વૃત્તિઓને ખેંચી લઈ તેજનાં પૂજ સ્વરૂપ આત્મામાં અભેદ માણ્યા કરો એટલે અખૂટ આનંદ સાથે અનુકૂળ સામગ્રી ચરણમાં આળોટશે. ઈરછાએનું ફળ મળશે પણ તેનું મૂલ્ય ચુકવવું પડશે. તેનું મૂલ્ય એટલે ઉદાસીનતા, સર્વ ઈચ્છાઓને પરિત્યાગ, પ્રભુની ઈચ્છામાં જ પોતાની ઈચ્છા ભેળવી દેવી છે. તેનું જ નામ આત્મસંયમ, આત્મસમર્પણ અને આત્મનિવેદન વગેરે છે.
જ્યારે ઈરછા વિનાના થશે ત્યારે જ પ્રભુ તરફથી સન્માન પામશે. જ્યાં સુધી ઈરછાઓ છે, ત્યાં સુધી ભિખારીપણું કાયમ છે. ધ્યાન પરાયણ થવું એટલે ઈચ્છારહિત થવું. ઈચ્છાનું ધ્યાન તે, અરતિકર આત્તધ્યાન છે, વાંસળીની માફક સંપૂર્ણ ઈરછાહિત પિલા થાઓ. તે જ અંદરથી મધુર સ્વર નીકળશે. જેમાંથી પૂર્ણ સ્તવનું અમી કરતું હોય છે.