________________
૪૯
નિવિકલ્પતા અને નિસંગતા અત્યંત બળવાન એવા મન-માતંગ ને પણ વશ કરી શકાય છે. વશ થયેલા આ મન-માતંગ પર આરુઢ થઈને પછી આત્માનુભવ સુધી સુખપૂર્વક પહોંચી શકાય. મન-માતંગ જે કે અતિ તરલતમ (પૂબ જ ચંચળ) છે. છતાં એકત્રિત થએલા પ્રેમ પાશ વડે સહેલાઈથી તેને બાંધી શકાય છે. અને તે દ્વારા આત્માનુભવના દ્વાર સુધી પહોંચી શકાય છે. પ્રેમનો પોકાર
પ્રેમ એ વિશ્વનું મહાવશીકરણ છે. પ્રેમના પોકારથી અનુભવનાં દ્વાર ઉઘડી જાય છે. અને સમગ્ર તત્ત્વજ્ઞાનના નિષ્કર્ષભૂત સ્વાનુભવમાં પ્રવેશી શકાય છે. ત્યાં સહજ એવા આત્મસ્વરુપને ભેટવાથી જે નિરવધિ-નિરાકુલ-નિરુપાધિક આનંદનો અનુભવ થાય છે, તેનું વર્ણન વૈખરી-વાણીથી કેવી રીતે થઈ શકે ?
ઈન્દ્રિય ગ્રાહ્ય સુખાભાસરુપ દાંપત્યનું સુખ પણ જે અવર્ણનીય મનાયું છે, તે ઈન્દ્રિયાતીત આત્મિક સુખના અનુભવને વાણી કે લેખિની કઈ રીતે વર્ણવી શકે?
પર વસ્તુમાં વિખરાએલા પ્રેમને એકત્ર કરી, પાછો ખેંચીને સ્વ વત્સ્વ ત્વમાં સમગ્રપણે જોડવામાં આવે, કેન્દ્રીભૂત કરવામાં આવે અને તે માટે દેહ, વાણી અને મનથી પર બની આત્માનુભવ પામવાને પ્રેમપૂર્વક સતત પ્રયાસ કરવામાં આવે તે, આજે પણ તે અતીન્દ્રિય સુખના આસ્વાદના અને અનુભવ લઈ શકાય.
આત્મપ્રેમ એ જ્યાં-ત્યાં ઢળી નાખવા જેવી મામુલી વસ્તુ નથી. જેના પ્રેમના વિષય તરીકે આત્મા છે, તેનું જીવતર ધન્ય છે !
નિર્વિક૫તા અને નિઃસંગતા આંતર નિર્વિકલપતા અને બાહ્ય નિ સંગતા બંને મળીને આત્માધ્યાસ હું આત્મસ્વરૂપ છું એવી નિર્મળબુદ્ધિને સિદ્ધ કરે છે. આત્મદેવનાં દર્શન મન અને બુદ્ધિના વ્યાપાર વડે અશક્ય છે. તે માટે બંનેને નિર્વ્યાપાર બનાવવાની આવશ્યકતા છે.
નિર્વિકલ્પતા અને નિઃસંગતાનો અભ્યાસ-એ મન અને બુદ્ધિને અગોચર એવા આત્મદેવના દર્શનની ગુરૂ-ચાવી છે. આત્મદેવનું દર્શન કેવળ સ્વાનુભૂતિ ગમ્ય છે. અને તે સ્વાનુભૂતિ નિર્વિકલ્પતા અને નિસંગતાની અપેક્ષા રાખે છે. નિર્વિકલ્પતા અને નિઃસંગતા અભ્યાસ સાધ્ય છે. તે અભ્યાસ માટે પ્રથમ અશુભ વિકલ્પમાંથી શુભવિકલ્પમાં જવું આવશ્યક છે. શુભવિક૯૫માંની નિર્વિકલ્પમાં જવું સુલભ છે, તેથી શુભવિકલ્પ સેતુનાં સ્થાને છે.
આ,
૭