________________
આત્મજ્ઞાન અને તેનાં સાધન
જેના આચાર અને વિચાર વચ્ચે ચેાગ્ય સુમેળ હોય છે, તેની શાન્તિના ભંગ નથી થતા. તેથી જીવનમાં સહુથી અગત્યની વસ્તુ, વિચારની સાથે આચારના સુમેળની છે.
४७
અહિંસા, સત્ય, સયમ, તપ અને ખીજા અગણિત આચારા જીવનમાં પાત્રતા વિકસાવે છે. માત્ર સુવિચારને કરવા ઉપરાંત તેના પરિણામે પ્રાપ્ત થતી અખંડ શાન્તિના પણ અધિકારી બનવા માટે બ્રહ્મચર્ય આદિ સદ્ગુણાના અખ`ડ પાલનની આવશ્યતા છે.
વૈરાગ્ય વિના જેમ સૃષ્ટિ વિષેની આસક્તિ જતી નથી, તેમ બ્રહ્મચર્ય આદિ સદાચારાના અખંડ પાલન વિના ચિત્તમાં વૈરાગ્યની સ્થિતિ પણ દીઘકાળ સુધી ટકતી નથી અને એ ન ટકે ત્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ–શાન્તિ ટકાવી રાખવાનું બળ મળતું નથી.
અખંડ શાન્તિના અર્થીએ . આચાર અને વિચાર વચ્ચે સુમેળ ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવુ' જોઇએ.
એ રીતે આત્માને લક્ષ્યમાં રાખીને જીવનારા આત્મા સાચા સ્વરૂપને પામી શકે છે.
卐
આત્મજ્ઞાન અને તેનાં સાધન
સઘળાં દુઃખનું મૂળ જે આત્મઅભાન અને સઘળાં સુખનું મૂળ જે આત્મભાન, તે અનુક્રમે ટાળવા અને આપવા માટે જ જિનમૂર્તિ અને જિનાગમનું અસ્તિત્ત્વ છે. આગમથી આત્મઅજ્ઞાન ટળે છે. મૂર્તિથી આત્મજ્ઞાન મળે છે.
આગમના ઉપદેશક શ્રી તીર, ગણધરો છે, તેથી શ્રી તીથંકર, ગણુધરાનું અસ્તિત્વ પણ આત્મજ્ઞાન માટે છે. શ્રી તીર્થકર, ગણુધરાની ઉત્પત્તિ સિદ્ધપણાનું અસ્તિત્વ છે, તેથી સિદ્ધિગતિના માર્ગ બતાવવા માટે છે. અને સિદ્ધગતિ પામવા માટે જ તેમના પ્રકાશ છે. તેથી પર પરાએ સિદ્ધ પરમાત્મા જ સત્રના ઉપકારક છે. એ એક કોયડા છે. બધાના હેતુ આત્મજ્ઞાન છે આત્મભાન થવાના વિવિધ ઉપાયા અને વિવિધ કારણેાના સંગ્રહ તે જૈનશાસન છે. તેમાં મૂર્તિ અને મંત્ર મુખ્ય છે. શીઘ્રપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં તે સર્વોત્તમ સાધના છે. કેમકે તે બંનેમાં આત્મભાની મહાપુરુષાનું પૂજન, સ્મરણ, ધ્યાન અને તે દ્વારા આત્મભાનની સિદ્ધિ રહેલી છે.