________________
આત્માધાર જીવન
૪૫
શાન્તિઅશાન્તિને અનુભવ
શાન્તિ-અશાતિને અનુભવ આપણા મનમાં જ થાય છે. એટલે પહેલાં એ તપાસવું જોઈએ કે, શાન્તિ-અશાનિનો ખરો આધાર કોણ છે ?
શાન્તિ-અશાન્તિને ખરે આધાર જે બાહા પરિસ્થિતિને જ માનીએ તે આપણે અખંડ-શાન્તિનો અનુભવ કદી પણ ન કરી શકીએ. કારણ કે બાહ્ય-સ્થિતિ ઉપર આપણે સંપૂર્ણ કાબૂ હેતું નથી. એટલે હંમેશા એ જ અનુભવ રહેવાને કે, અનુકૂળપરિસ્થિતિ આવે ત્યારે શાન્તિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં અશાતિ !
એથી નિષ્કર્ષ એ નીકળે કે, શાતિ એ નિરપેક્ષ વસ્તુ નહિ, પણ બાહા પરિસ્થિતિને આધીન છે. પણ ના, એમ નથી. અને જો એમ જ હોય તે કઈને કદી અખંડ શાતિ મળી શકે નહિ. શાતિ નિરપેક્ષ વસ્તુ છે અને એ નિરપેક્ષ વસ્તુ જ હેવી જોઈએ. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ શાંતિ જાળવી શકાય છે, એ સિદ્ધ વાત છે.
તે હવે એ સવાલ થશે કે આવી નિરપેક્ષ શાતિ માણસ કેવી રીતે મેળવી શકે ? નિરપેક્ષ શાન્તિ કેવી રીતે મળે?
માણસનું જીવન, દેહ અને આત્મા બંનેની વચમાં ઊભું છે, આત્માને આધાર લેવાય ત્યારે શાતિ અને દેહને આધાર લેવાય ત્યારે અશાતિ.
આપણે કેને આધાર લઈને જીવીએ છીએ, તે વિચાર ઉપર જ શાન્તિ-અશાતિનું નિર્માણ નિર્ભર છે.
જ્યારે જ્યારે આપણે દેહના આધારે જીવતા હોઈએ છીએ, ત્યારે ત્યારે અશાતિને અનુભવ કરતા હોઈએ છીએ. દેહના આધારે જીવવું એટલે ખાવામાં, પીવામાં, બલવામાં, ચાલવામાં, જોવામાં, સાંભળવામાં અસંયમીપણે જીવવું અને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિના પાલનમાં શિથિલ બનવું.
જ્યારે આત્માના આધારે જીવવાનો નિશ્ચય કરીએ છીએ. એટલે કે સંયમી જીવન જીવવાનો સંકલ્પ કરીએ અને તે મુજબ, કષ્ટ વેઠીને પણ જીવન જીવીએ ત્યારે શાતિને અનુભવ કરીએ છીએ. --
શાનિત એ આત્માને ગુણ અને આત્માનું પોતાનું સ્વરૂપ હોવાને લીધે આત્માના આધારે જીવન જીવનારને શાતિને જ અનુભવ થયા કરશે. આત્માના આધારે જીવન એટલે શું?
જે માણસ આત્માના આધારે જીવન જીવવાનો પ્રયાસ કરતે હોય, તેના ધ્યાનમાં સૃષ્ટિનું મિથ્યાપણું, અસારપણું, ક્ષણભંગુરપણું સ્થિર થઈ ગયેલું હોવું જ જોઈએ. તેના