________________
૪૬
આત્મ-ઉત્થાનને પાયો
ચિત્તમાં સૃષ્ટિ વિષે વૈરાગ્યના જ વિચારે સતત ચાલ્યા કરતા હોય. ભલે પછી બહારથી પ્રારબ્ધના સંબંધથી આવી પડેલ ઉચિત કાર્યો એને કરવા પડતા હોય, તે પણ આત્માની આગળ, દેહની સમગ્ર સૃષ્ટિની કિંમત તેને મન શૂન્ય હેય. સુષ્ટિમાં ગમે તેવા અને ગમે તેટલા પરિવર્તને થયા કરતાં હોય, તેની તેના દિલ પર જરાય અસર ન હોય, પિતાની શક્તિને એ કદી પણ ગુમાવે નહિ.
એ પિતે હંમેશા એમ જ વિચારે કે મારું સ્વરૂપ શું? દેહ કે આત્મા? જે મારું સ્વરૂપ આત્મા હેય તે હું શાતિ કેવી રીતે ગુમાવું? કેમ કે શાન્તિ તે મારૂં સ્વરૂપ છે. અગ્નિનું સ્વરૂપ જ ઉષ્ણુતા અને પ્રકાશ છે. એ અગ્નિ ઉષ્ણતા અને પ્રકાશ ગુમાવે તે પછી અગ્નિ રહ્યો જ ક્યાં ?
તે જ રીતે મારું સ્વરૂપ જે શાંતિ છે, તે પછી તેને જે હું ગાવું, તે જાતને ગુમાવ્યા બરાબર ગણાય.
હું પોતે ખોવાઈ ગયો છું, એવો અનુભવ આપણને ક્યારેય પણ થતું નથી. હંમેશાં આપણને આપણા હેવાપણને જ અખંડ અનુભવ થાય છે. નિદ્રામાં પણ આપણે જેને
હું” તરીકે સંબોધીએ છીએ, તે તે “જાગતે” જ હોય છે. કેમકે ગમે તેવી ગાઢ નિદ્રા પણ પૂરી થતાવેંત આપણે કહીએ છીએ કે, મને આજે ગાઢ નિદ્રા આવેલી ! જે આપણે તે વખતે હાજર ન હઈએ, તે પછી ગાઢ નિદ્રાને અનુભવ કેણે કર્યો?
એથી સિદ્ધ થાય છે કે, ગાઢ નિદ્રામાં પણ સાક્ષીરૂપે “હુ’ હતું જએ જે “હું એટલે આત્મા, તે અશાન્ત થાય એ પદાર્થ જ ક્યાં છે?
આત્માના આધારે જીવનાર માણસના હૃદયમાં આવા વિચારો દઢપણે વસેલા હોય છે. તેથી તે હંમેશાં શાતિનો જ અનુભવ કરતે હોય છે.
આપણે આત્માના આધારે જીવવાને નિશ્ચયપૂર્વક પ્રયાસ કરીશું તે આપણને પણ શાન્તિ જ અનુભવવા મળશે. એમાં લવલેશ શંકા નથી. વિચાર અને આચાર વચ્ચે સુમેળ
આવી શાતિને અખંડ અનુભવ કરવા માટે વિચાર અને આચાર વચ્ચે હંમેશા સુમેળ રાખવાનો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. વિચાર અને આચાર વચ્ચે જે અંતર રહે તે પણ શાતિને અખંડ અનુભવ ન થઈ શકે.
ઘણા માણસના મનમાં વિચારો ઊંચા આવતા હોય છે, પણ તેવા વિચારોની સાથે અનુસંધાન રાખનારૂં આચરણ તેઓના જીવનમાં હેતું નથી. એથી પરિસ્થિતિ,
જ્યાં સુધી અનુકૂળ હોય, ત્યાં સુધી તેમની શાતિને ભંગ થતે દેખાતું નથી, પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પડતાં જ તેમની તે શાતિ વેર-વિખેર થઈ જતી હોય છે.