________________
આત્મ-ઉત્થાનનેા પાયે
ભેદ બુદ્ધિ, અશાન્તિને, માહને અને શેઠને વધારનારી છે. ચૈતન્ય અંશને લઈને સર્વ જીવાત્માએ સાથે અભેદ બુદ્ધિ સમતાને પ્રગટાવે છે, શાન્તિના અનુભવ કરાવે છે, જ્ઞાન અને આન'ને વધારે છે.
૪૪
ચૈતન્યના મહિમા જોવા અને ચૈતન્યના કારણે સત્ર તુલ્યતાના અનુભવ કરવા એ સુખ અને શાન્તિ મેળવવાના, સવ દેશ-કાળમાં અનુભવસિદ્ધ રાજમાગ છે. 卐
આત્માધાર જીવન
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાન્તિ કેમ જળવાય ? આ પ્રશ્ન ઘણા મહત્ત્વના છે. સંસાર છે ત્યાં સુધી અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રસંગો ઊભા થવાના જ! પ્રતિકૂળ પ્રસંગો, પ્રતિકૂળ લાગવા છતાં આપણે તેને સહષ વધાવી લેવા જોઇએ.
એક અપેક્ષાએ પ્રતિકૂળ-પરિસ્થિતિ ઉપકારક છે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે, ત્યારે આપણે કથાં છીએ એની આપણને બરાબર ખબર પડે છે. પ્રતિકૂળ સચાગામાં આપણે વિચાર કરતા થઈએ છીએ, ત્યારે આપણામાં જાગૃતિના યથા
સચાર થાય છે.
અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી આપણામાં જ્ઞાન કેટલું આવિષ્કૃત થયું છે, તેની ખબર પડતી નથી ! આપણે અનુકૂળ પરિસ્થિતિમાં લગભગ જડ જેવા રહીએ છીએ. એમ લાગતું હોય છે કે, આપણને શાન્તિ મળી ચૂકી છે.
પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાંવેંત જ આપણા ભ્રમ ભાંગી જાય છે. જો આપણને ખરેખર શાન્તિ મળી જ હાત તા તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ખરાખર ટકી રહેવી જોઇએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણી શાન્તિના ભંગ થતા હોય તે। જાણવું કે આપણને ખરેખરી શાન્તિ સાંપડી નથી.
પ્રતિકૂળતા ઉપકારક છે.
માણસ સુખ-શાન્તિ મેળવવા માટે જીવતા હોય છે. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતાં જ તેની શાન્તિના ભગ થાય છે, ત્યારે તે ઊંચા-નીચા થઈ જાય છે, પરંતુ તેમાં ખેદ પામવા જેવુ' નથી જ. એથી તા ઉલટુ પ્રતિકૂળ—પરિસ્થિતિએ આપણા ઉપર એક પ્રકારે ઉપકાર કર્યો ગણાય.
જો પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવત તા શાન્તિ મેળવવા માટેના ઉપાય શેાધવાનું મન ન થાત અને પ્રયત્ન કરવાના ઉત્સાહ ન જાગત. તેથી પ્રતિકૂળ-પરિસ્થિતિના
પ્રસંગ જ્યારે આવે ત્યારે તેને વધાવી લેવા જોઇએ.