________________
આત્મ-ઉત્થાનને પાયો કોઈ પણ વસ્તુ આપણે એમને એમ પડી રહેવા દઈએ તે તેમાં પરિવર્તન થવા લાગશે. પાણી જેવી નિર્મળ વસ્તુ પણ એક-બે દિવસ એમને એમ પડી રહે તે બગડવા લાગશે. શરીર એક દિવસ પણ સ્નાન વગરનું રહેશે તે મેલું થવા લાગશે.
માત્ર ચૈતન્ય જ એવી વસ્તુ છે કે, આપણે જીવીએ, ત્યાં સુધી (૬૦-૭૦-૮૦ કે ૧૦૦-૧૨૫ વર્ષ પર્યત) આપણા શરીરમાં રહેવા છતાં એમાં કશે પણ ફરક પડત નથી. બચપણથી મૃત્યુ સુધી એ ચૈતન્યરૂપે જ રહે છે. અને તેના કારણે જ શરીર પણ સડતું કે બગડતું અટકે છે. મતલબ કે ચૈતન્ય જે સ્વચ્છ અને શુદ્ધ પદાર્થ જગતમાં બીજે કઈ જડે તેમ નથી.
(૪) સ્કૂલ યંત્ર સારામાં સારું હોય તે પણ તેને ચલાવવા માટે માણસની જરૂર રહે છે. એટલે કે ચિતન્યની જરૂર રહે છે.
ચૈતન્ય સ્વયંભૂ છે. તેને ચાલવવા માટે બીજા કેઈની જરૂર પડતી નથી. તે જ્ઞાન સ્વરૂપવાળું છે, એટલે તેને જાણવા માટે બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. ચૈતન્યસ્મરણ
આવી અદ્દભુત વસ્તુ આપણા શરીરમાં નિરંતર વાસ કરતી હોય અને એ આપણું જ સ્વરૂપ હય, છતાં આપણને એનું નિરંતર સ્મરણ ન રહે, તે તે આપણે કેટલો મેટે અપરાધ ગણાય?
આપણે બધા આજ સુધી આ જ અપરાધ કરતા આવ્યા છીએ. આ અપરાધ તે જ દૂર થાય. જે આપણે ઉપરોક્ત ચૈતન્યનું સ્મરણ કરવાને સતત પ્રયત્ન કરીએ, એના સ્મરણને નિરંતર અભ્યાસ પાડીએ. એ પ્રયત્ન અને અભ્યાસમાં સતત મથ્યા રહેવાથી ધીમે ધીમે તેમાં સફળતા મળશે. પછી જ્યારે પણ દેહને કષ્ટ થશે ત્યારે એ ચૈતન્યના સ્મરણથી એ કષ્ટને આપણે ઘણું હળવું કરી શકીશું, એક સમયે આપણે તેને નિર્મૂળ કરી શકીશું. ચૈતન્યની આસક્તિ
જ્યારે દેહમાં, ધનમાં કે કુટુંબના મેહમાં આપણે જીવ ફસાય, ત્યારે સમજવું કે, ઉપર વર્ણવેલી ચૈતન્ય વસ્તુનું જે સ્મરણ આપણને નિરંતર થવું જોઈએ, તે થતું નથી. એના વિશે યથાર્થ અનુરાગ આપણા ચિત્તમાં હજુ પેદા થયે નથી.
મોહ, આસક્તિ કે સગ–એ પણ એક શક્તિ છે. અને જ્યાં શક્તિ છે, ત્યાં એનું કાર્ય થાય જ ! ભલે પછી તે સારું થાય કે નરસું થાય. પણ કાર્ય તે થાય જ. મનમાં રહેલી આ શક્તિને આપણે ક્યાં વાળીએ છીએ, એ જ મુખ્ય પ્રશ્ન છે.