________________
આત્મ-ઉત્થાનના પાયે
અનુરાગ વિનાની ઉપેક્ષા વૃત્તિનું નામ વૈરાગ્ય છે. તૃષ્ણા કદી તૃપ્ત થતી નથી. તેને જેટલી સ તાષા તેટલી વધુ પ્રદીપ્ત બને છે.
૪૦
વિષયાને આધીન તે સાધક નહિં, પણ વિષ ઉપર જેનું વર્ચસ્વ છે, તે સાધક, ઇન્દ્રિયા વિષયા તરફ દોડે નહિ, તે માટે મૈત્રી, મુદિતા, કરૂણા સદ્ભાવના આદિના અભ્યાસની જરૂર છે.
પુરુષના જ્ઞાનવર્ડ પ્રકૃતિગુણામાં અભાવની સ્થિતિ તે પર-વૈરાગ્ય છે. આત્માનું તાત્ત્વિક જ્ઞાન થાય ત્યારે ત્રણે ગુણા પરત્વે વિતૃષ્ણા જાગે છે. તે વખતે એક આત્મા જ રહે છે. ત્રણે ગુણે એટલે ત્રણ જાતની શક્તિએ.
સાધક જ્યારે પોતાના આત્મસ્વરૂપમાં વિરામ પામે છે, ત્યારે પરમ પ્રસન્ન સ્થિતિ પ્રાપ્ત થાય છે. એને જ કૃતકૃત્યતા કહેવાય છે.
અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તની સાત્ત્વિક એકાગ્ર ધ્યેયાકાર વૃત્તિ તેનુ નામ ચૈાગાભ્યાસ. તેના પ્રધાન વિષય આત્મસાક્ષાત્કાર છે.
આત્મા સૂક્ષ્મતમ છે. તેથી સ્થૂલમાંથી સૂક્ષ્મમાં અને તેમાંથી સૂક્ષ્મતરમાં થઈને સૂક્ષ્મતમમાં જવાય છે, તેને જ આનંદ કહે છે. આ આનંદ આવ્યા પછી મેાક્ષસુખ દૂર નથી.
'
અશાન્તિનુ મૂળ
આ સૃષ્ટિમાં એ વસ્તુ આપણી નજરે પડે છે. એક આત્મા અને ખીજે દેહ ! એક અંદરની વસ્તુ અને ખીજી બહારની વસ્તુ !
બાહ્ય વસ્તુ આપણુને હંમેશાં દેખાતી હોય છે, તેથી તેના પર આસક્તિ-મેાહ, સહજમાં વગર પ્રયત્ને પેદા થાય છે. જ્યારે આત્મા એટલે ચૈતન્ય અંદરની વસ્તુ હાઈને, તે આપણને દેખાતી નથી. કેમકે એ અરૂપી છે. એને કાઈ સ્થૂલ રૂપ નથી. ચૈતન્ય એ જ એનું રૂપ છે
આ અદ્ભુત રૂપ સાવ પાસે હોવા છતાં અને એ આપણુ. પાતાનું જ સ્વરૂપ હાવા છતાં, આપણને દેખાતું નથી, એને અનુભવ આપણને થતા નથી અને તેથી જ આપણાં સુખ, શાન્તિ અને આનંદ આપણી પાસે હાવા છતાં, તેની પ્રાપ્તિ કાજે આપણે બહારની દુનિયામાં દોટ લગાવીએ છીએ, અને પરિણામે અનંત દુઃખ, અશાન્તિ અને શાક સાગરમાં નિર'તર ડૂબેલા રહીએ છીએ. સવાલ એ થશે કે એ ચૈતન્યના અનુભવ લેવા ઈ રીતે ?