________________
૩૮
આત્મ-ઉત્થાનને પાયે મનમાં એક પછી એક વિચાર આવતા જ રહે છે. તેમાંથી રાગદ્વેષના ભાવ પેદા થતા જ રહે છે, અને એ દ્વારા આત્માની શાંતિને ખલેલ પહોંચ્યા જ કરે છે. એ બધામાંથી છૂટવા માટે વહેલી તકે વિચારે ઉપર, ભાવે ઉપર કાબુ મેળવવાને અભ્યાસ શરુ કર જોઈએ, એક બાજુ વૈરાગ્ય હોય અને બીજી બાજુ નામ જપ હોય તે, ઢાલની બે બાજુની જેમ તે આપણી આત્મરક્ષા કરે છે.
આ ઢાલની એક બાજુ વિષયે અને તેના આકર્ષણથી અને બીજી બાજુ વિચારે અને રાગદ્વેષના પ્રહારોથી જીવને બચાવી લે છે. આ બંને પ્રકારના અભ્યાસમાં જેમ જેમ સફળતા વધતી જશે, તેમ તેમ અનુપમ શાંતિનો અનુભવ આત્મગોચર થશે.
દેહ અને તેના ધર્મો વિષેની રમણતાને બદલે, આત્મા અને તેના ગુણમાં રમણતા કેળવાય, તે આત્મધ્વનિના ઝંકારવાળું ચેતનામય જીવન શરુ થાય ! અને આત્માની અખંડ શાંતિ આપણા માટે સ્વાભાવિક બનતી જાય !
દેહમાંના દહીના અનુભવની તીવ્ર તાલાવેલીને વ્યક્તિની સમગ્રતામાં જન્માવવા માટે ઈષ્ટનો જાપ અને અનિષ્ટકર વિચાર–વાણી આદિન સદંતર ત્યાગ ખૂબખૂબ જરૂરી છે.
સંબંધનું જ્ઞાન દર્શન કરાવવા માટે શ્રી અરિહતેનું પ્રતિનિધિત્વ, મૂર્તિ અને તેને આકાર ધરાવે છે. અને સમરણ કરાવવા માટે પ્રતિનિધિત્વ મંત્ર અને તેના વર્ણો ધરાવે છે.
એક સંબંધીનું જ્ઞાન, સંબંધના કારણે તેના બીજા સંબંધીનું જ્ઞાન અવશ્ય કરાવે છે.
વાગ્ય-વાચક, સ્થાપ્ય-સ્થાપક, કાર્ય–કારણ વગેરે સંબંધો છે, તેમ સહશતાને પણ એક સંબંધ છે અને વિદેશતાને પણ એક સંબંધ છે.
વાચકપદનું જ્ઞાન વાગ્યનું અને વાચ્ય પદાર્થનું જ્ઞાન વાચકપદનું સ્મરણ કરાવે છે. એ ન્યાયે શ્રી અરિહંતપદ તેના વાગ્યે શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ વાગ્યવાચકના સંબંધના કારણે કરાવે છે અને શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ, શુદ્ધ આત્મસ્વરૂપનું મરણ સારશ્ય સંબંધના કારણે કરાવે છે.
શ્રી અરિહંતપદથી શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી અરિહંત પરમાત્માથી નિજ શુદ્ધ આત્માનું સ્મરણ આપોઆપ થાય છે.
શ્રી અરિહંતની મૂર્તિથી શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી અરિહંત પરમાત્માથી નિજ શુદ્ધ આત્માનું મરણ થાય છે.